ગયા વર્ષની જેમ આ વર્ષે પણ માવઠાના કારણે ડાંગર પકવતા ખેડૂતો એ રાતાપાણી રોવાનો વારો આવ્યો છે, ગઈકાલ રાતથી જ આકાશમાં કાળા ડિંબાગ વાદળોના કારણે જગતનો તાત પોતાનો ડાંગરનો પાક જાહેર રસ્તા પર ભેજ સુકવવા માટે નાખ્યો હતો પરંતુ અચાનક મોડી રાત્રે કમોસમી વરસાદ વરસતા ડાંગરનો પાક પલળી ગયો છે.
વરસાદના કારણે ડાંગરનો પાક પલળી ગયો
વરસાદમાં જગતનો તાત પોતાનો ડાંગરનો પાક બચાવવા રાતથી મરણીયો બન્યો છે મોટાભાગનું ડાંગર વરસાદના કારણે પલળી ગયું છે અને જે ડાંગર બચાવવામાં ખેડૂત સફળ થયો છે એ ડાંગર લઈને ખેડૂતો ઓલપાડની સહકારી મંડળીઓમાં ટ્રેક્ટર લઈને પહોંચી રહ્યા છે પરંતુ મંડળી બહાર બે કિલોમીટર લાંબી ટ્રેકટરોની લાઈનો લાગી છે અને સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોને તેમનો નંબર ક્યારે આવશે એની રાહ જોઈને બેઠા છે પરંતુ આ વર્ષે પણ વરસાદે ખેડૂતોને રાતાપાણી રોવા મજબૂર કરી દીધા છે.
કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો
ગયા વર્ષે પણ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે જગતના તાતનો ડાંગરનો પાક પલળી જતા લાખોનું નુકસાન થવા પામ્યું હતું જો કે આ વર્ષે ડાંગરનું સારું ઉત્પાદન થશે અને સારા એવા પૈસા મળશે એવી આશાએ ખેડૂતોએ ડાંગરનો પાક બનાવ્યો હતો આ વર્ષે પણ ડાંગરનું સારું ઉત્પાદન થયું છે પરંતુ વરસાદના કારણે આ વર્ષે પણ ગયા વર્ષની જેમ ખેડૂતનો ઉભો ડાંગરનો પાક ખેતરમાં પલળી ગયો છે અને જે ખેડૂતોએ ડાંગરનો પાક ભેજ સુકવવા માટે તે હાઇવે પર નાખ્યો હતો એ ડાંગરનો પાક પણ મોડી રાત્રે વરસેલા વરસાદના કારણે પલળી ગયો છે અચાનક આવેલા આ માવઠાએ ફરી એક વાર ખેડૂતોની ચિંતામાં વધારો કરી નાખ્યો છે.
માંડમાંડ ડાંગરનો પાક તૈયાર કર્યો અને સૂકાવા મૂકયો ત્યાં ફરી વરસાદ આવ્યો
આ વરસાદ નથી પણ ખેડૂતના આંખના આંસુ હોય એવો અનુભવ સામાન્ય માણસ કરી રહ્યો છે કેમકે રાત દિવસ એક કરી ખેડૂતોએ રોકડીયો પાક તરીકે ઓળખાતા ડાંગરનો પાક લીધો હતો. કેમ કે વર્ષમાં આ ડાંગરનો પાક ઉનાળુ અને ચોમાસુ ડાંગર તરીકે બે વાર લેવામાં આવે છે જેથી કરી ખેડૂતોના હાથમાં રોકડા રૂપિયા આવે અને ખેડૂતોની સ્થિતિ સારી થઈ જાય પણ અફસોસ આ વર્ષે પણ વરસાદના કારણે ખેડૂતના હાથનો કોળિયો છીનવાઈ ગયો છે જે ડાંગર બચ્યું એ ડાંગર ટ્રેક્ટર અને ટ્રકમાં લઈ ખેડૂતો સહકારી મંડળી ખાતે પહોંચી રહ્યા છે પરંતુ ત્યાં પણ બે કિલોમીટર લાંબી લાઈનો લાગી જતા જગતનો તાત લાચાર અને દયનિય બની ગયો છે કેમકે આ વર્ષે પણ કમોસમી વરસાદે ભારે નુકસાન કરી નાખ્યું છે.
કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું વળતર મળે તેવી ખેડૂતોની માગ
આમ તો ભારત કૃષિ પ્રધાન દેશ છે પણ આ દેશના ખેડૂતોની હાલત દિન પ્રતિ દિન દયનીય થઈ જાય છે મોંઘા બિયારણ મોંઘા ખાતર મોંઘી મજૂરી અને પાક તૈયાર થાય ત્યારે પોષણક્ષમ ભાવના નથી મળતા જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી છે જગતનો તાત દેવાદાર બની રહ્યો છે સરકારે ખેતી અને ખેડૂતોને બચાવવા હોય કૃષિ નીતિમાં બદલાવ લાવવો પડશે તો જ આ દેશનો ખેડૂત બચશે તો જ આ દેશની ખેતી બચશે નહીં તો દર વર્ષની જેમ ખેડૂતો પાયમાલ અને નુકસાની વહેતા રહેશે ચાલુ વર્ષે અચાનક આવેલા માવઠાએ ખેડૂતોને રડતા કરી મૂક્યા છે આ જગતનો તાતની સહાયનીય અને ભર વરસાદમાં પોતાનો ડાંગરનો પાક બચાવવા ભીની આંખે સહકારી મંડળીઓના ચક્કર લગાવવા મજબૂર બની ગયો છે.









