વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પત્ર પાઠવીને ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. તેમણે માવઠાના કારણે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાનને ધ્યાનમાં રાખીને MSP (લઘુત્તમ ટેકાના ભાવ) હેઠળ 100 મણની ખરીદી મર્યાદામાં તાત્કાલિક વધારો કરવાની માંગ કરી છે. ધારાસભ્ય ઇનામદારે સાવલી સહિત સમગ્ર રાજ્યના ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા અને ગત વર્ષના નિયમ મુજબ ખરીદી કરવા માટે ભલામણ કરી છે. આ રજૂઆતનો મુખ્ય હેતુ ખેડૂતોને આર્થિક સંકટમાંથી બહાર લાવવાનો અને તેમને યોગ્ય ટેકો પૂરો પાડવાનો છે, જેથી તેઓ નુકસાનની ભરપાઈ કરી શકે.

Gandhinagar News: સ્વર્ણિમ સંકુલ-1 ના બેઝમેન્ટમાં AC કોમ્પ્રેશરમાં લાગી આગ












