અમદાવાદના ચકચારી જીતેન્દ્ર હીરાગર કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બેટિંગ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી કમાયેલા કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો પર EDએ સકંજો કસ્યો છે. EDએ જીતેન્દ્ર હીરાગર અને તેના સાગરીતોના 300થી વધુ બેંક ખાતામાંથી કુલ ₹35.80 કરોડની રકમ જપ્ત કરી છે. આ જપ્ત કરાયેલા નાણાં બેટિંગ (સટ્ટાબાજી), જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા કમાવવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.


અમદાવાદના જીતેન્દ્ર હીરાગર કેસમાં EDની કાર્યવાહી 

ED દ્વારા આ કેસમાં 995થી વધુ બેંક એકાઉન્ટ્સની સઘન તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે આ 995 બેંક એકાઉન્ટ્સમાં કુલ ₹1000 કરોડથી વધુના વ્યવહાર થયા હતા.આ ગેરકાયદેસર વ્યવહારોને છુપાવવા માટે આરોપીઓએ ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે ૪૪૮ જેટલા બેંક ખાતા ખોલાવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

300થી વધુ બેંક ખાતામાં 35.80 કરોડ જપ્ત કર્યા 

EDએ આ કાર્યવાહી મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ હાથ ધરી છે. આ કેસમાં સામે આવેલા ₹1000 કરોડથી વધુના વ્યવહારો સૂચવે છે કે આ ગેરકાયદેસર રેકેટનું નેટવર્ક ઘણું મોટું અને વ્યાપક હતું. ખોટા દસ્તાવેજોના આધારે ખોલાયેલા સેંકડો ખાતાઓનો ઉપયોગ માત્ર ગેરકાયદેસર નાણાંને છુપાવવા અને ફેરવવા માટે કરવામાં આવતો હતો. ED હવે આ નેટવર્કના અન્ય સભ્યો અને આ મોટા વ્યવહારો પાછળ કોણ કોણ સંડોવાયેલું છે, તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

  • Follow us on: