અમદાવાદમાં એર ઈન્ડિયા પ્લેન ક્રેશમાં 267 લોકોના મોત થયા હોવાની વાત સામે આવી છે, સિવિલમાં મૃતદેહોના પોસ્ટમોર્ટમની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, ગઈકાલથી અત્યાર સુધી 10 મૃતદેહ પરિજનોને સોંપવામા આવ્યા છે, ભાવનગર-રાજસ્થાનમાં 2-2, મ.પ્રદેશની 1 મૃતદેહ સોંપવામાં આવ્યો છે. સોંપાયેલ મૃતદેહમાં બોયઝ હોસ્ટેલમાં થયેલ મૃતકોની ઓળખ થઈ છે.


[[$googlead]]

પ્લેન ક્રેશમાં યાત્રિકો પૈકી માત્ર 3 મૃતદેહની ઓળખ

પ્લેન ક્રેશમાં યાત્રિકો પૈકી 3 મૃતદેહની ઓળખ થઈ છે જેમાં એક પાયલોટ, કો પાયલટ અને એક એર હોસ્ટેસની ઓળખ થઈ છે, મૃતદેહના DNA રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહ સોંપવામાં આવશે અને તમામ મૃતદેહને હાલ કોલ્ડ સ્ટોરેજમાં મુકાયા છે, મૃતદેહની ઓળખ માટે DNA સેમ્પલ લેવાયા છે અત્યાર સુધી 220 જેટલા DNA સેમ્પલ લેવાયા છે.

[[$alsoread]]

અમેરિકાની નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) પણ અમદાવાદ આવીને તપાસ શરૂ કરી

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડીયાની AI171 ફલાઇટ ટેકઓફ કર્યાના બે જ સેકન્ડમાં IGP કેમ્પસમાં આવેલી અતુલ્યમ હોસ્ટેલ સાથે ધડાકાભેર ક્રેશ થઇ હતી. જેમાં 271 જેટલા વ્યકિતઓના મોત નિપજયા છે ત્યારે ફલાઈટ ક્યાં કારણોસર ઉડાન ન ભરી શકી તે અંગે AAIBની ટીમે બ્લેકબોક્સની શોધખોળ કરી હતી. 28 કલાક બાદ બ્લેકબોક્સ મળી આવતા AAIB અને DGCAની ટીમે ઝીણવટ પૂર્વક તપાસ કરીને ફલાઈટ ક્રેશ અંગેનું રાઝ ખોલશે. આ ઉપરાંત, ફલાઈટ ક્રેશ અંગે અમેરિકાની નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) પણ અમદાવાદ આવીને તપાસ શરૂ કરી છે.

અતુલ્યમ હોસ્ટેલ સાથે ફલાઈટ ક્રેશ થયુ હતુ

ફલાઇટમાં સવાર 241માંથી મળીને કુલ 271 વ્યક્તિઓના મોત નિપજયા હતા. આ ભયાનક દુર્ઘટનાને પગલે સેન્ટ્રલ એજન્સીઓ, પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. એરક્રાફટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો(AAIB)ની ટીમના 40 જેટલા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. દુર્ઘટના બન્યાના 3 કલાકમાં જ અમદાવાદ ફાયર વિભાગે ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર શોધીને એરપોર્ટ ઓથોરીટીને આપ્યુ હતુ. જ્યાં AAIB, ATS, સેન્ટ્રલ સુરક્ષા એજન્સીઓ, એરપોર્ટ અને AMCનું ફાયર વિભાગની ટીમોએ ફલાઇટનું બ્લેક બોક્સ શોધખોળ કરી હતી.  

  • Follow us on: