અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થવાની ઘટનામાં જામનગરના ધ્રોલના દંપતીનું મોત થયું છે, છેલ્લા વીસ વર્ષથી દંપતી લંડનમાં સ્થાયી હતુ અને લંડનથી સસરાની ખબર કાઢવા આવ્યા હતા અને લંડન જતા હતા તે દરમિયાન આ ઘટનામાં તેમનું મોત થયું છે, શૈલેષ પરમાર અને પત્ની નેહલ પરમારનું મોત થયું છે.
સસરાની ખબર પૂછવા લંડનથી જામનગર આવ્યા હતા
અમદાવાદ પ્લેન દુર્ઘટનામા મૂળ જામનગરના ધ્રોલ વતની પણ છેલ્લા વીસેક વર્ષથી લંડન સ્થાયી થયેલ પતિ પત્નીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે, સતવારા સમાજના શૈલેષ ગોવિંદભાઈ પરમાર અને તેમના પત્ની નેહલ શૈલેષ પરમારનું મોત થયું છે, આ બંને પતિ પત્નીએ જામનગર રહ્યા એ દરમિયાન તેઓએ દાંતની સારવાર કરાવી હતી અને આ સારવાર દરમિયાન તેઓએ ડોક્ટર અને તેના સ્ટાફ સાથે વાતચીત કરી હતી. જેમાં શૈલેષભાઈએ જણાવ્યું હતું કે આપણે શ્રી કૃષ્ણ ના ભક્ત છીએ એટેલ કૃષ્ણની કૃપા બધા પર રહે તેમ તેઓએ સૌને કહ્યું હતું. હરિ બોલ હરિ બોલ.
એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટમાં સમસ્યા
મુંબઈથી લંડન જતી એર ઈન્ડીયાની ફ્લાઈટમાં સમસ્યા આવી છે, સમસ્યા સર્જાતા ફ્લાઈટને પરત બોલાવી છે અને ટેક્નિકલ સમસ્યા સર્જાઈ હોવાની વાત સૂત્રો તરફથી મળી છે, વહેલી સવારે ફ્લાઈટે મુંબઈથી ઉડાન ભરી હતી અને ઉડાન ભર્યાના ત્રણ કલાક બાદ પરત બોલાવી.
પ્લેન દુર્ઘટનામાં અમદાવાદના દાદી-પૌત્રીનું મોત
નિકોલમાં રહેતા કાંતાબેન પઘડાળનું મોત પ્લેન ક્રેશમાં થયું છે, પૌત્રી નવ્યા પઘડાળનું પણ મોત થયું છે, દાદી પૌત્રીને લઇને લંડન જઇ રહ્યાં હતા અને લંડનમાં રહેતા પરિવારજનોને મળવા જઇ રહ્યા હતા.









