અમદાવાદના મેઘાણીનગરમાં જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે BJ મેડિકલ કોલેજની હોસ્ટેલની બિલ્ડિંગને ટકરાયુ હતું. અચાનક બ્લાસ્ટ થતાં ત્યાં હાજર લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. લોકો જીવ બચાવવા માટે દોડાદોડ કરી રહ્યાં હતાં. આ દરમિયાન એક કેર ટેકર બાળકીને બચાવવા માટે પહેલા માળેથી કૂદી હતી. માસુમ દીકરીનો જીવ તો બચી ગયો પણ હાલ તે સારવાર હેઠળ છે.


[[$googlead]]

ડોક્ટર ફેમિલીએ સમગ્ર ઘટનામાં તેમની વેદના વ્યક્ત કરી

BJ મેડિકલ હોસ્ટેલમાં રહેતા ડોક્ટર ફેમિલીએ સમગ્ર ઘટનામાં તેમની વેદના વ્યક્ત કરી હતી. ડોક્ટર ચંચલની બે વર્ષની દીકરી અતુલ્યમ-1માં હતી. ડોક્ટર ચંચલ અને તેમના પતિ ફરજ પર હતાં. વિમાન ક્રેશ થવાના સમાચાર સાંભળીને બંને જણા ચિંતામાં હતાં. ત્યાર બાદ તેઓ હોસ્ટેલ પહોંચ્યા હતાં. ત્યાં રહેલી કેર ટેકરે બાળકીને પહેલા માળેથી ફેંકી હતી. તેમની માસુમ દીકરીનો જીવ તો બચી ગયો હતો પણ હાલમાં તે સારવાર હેઠળ છે. બંને ડોક્ટર દંપતી પોતાની બે વર્ષની માસુમ બાળકીને કેર ટેકર સાથે રાખીને ફરજ બજાવતા હતાં.

[[$alsoread]]

કેર ટેકરે તેમની બાળકીને પહેલા માળેથી નીચે ફેંકી હતી

આ દરમિયાન અતુલ્યમ-1માં તેમની બાળકી હતી. જ્યારે પ્લેન ક્રેશ થવાના સમાચાર આવ્યા ત્યારે તેમને ચિંતા થઈ હતી. ત્યારબાદ તેમને ખબર પડી કે તેમની દીકરી પણ ફસાઈ છે ત્યારે તેઓ અતુલ્યમ-1 પાસે પહોંચ્યા હતાં. આ દરમિયાન લોકોમાં ભાગદોડ થઈ રહી હતી. લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડાદોડી કરી રહ્યાં હતાં. ત્યારે કેર ટેકરે તેમની બાળકીને પહેલા માળેથી નીચે ફેંકી હતી. જેનાથી તેમની બાળકીનો જીવ બચી ગયો હતો. પરંતુ હાલમાં આ બાળકી સારવાર હેઠળ હોવાનું તેમણે જણાવ્યું હતું.

બિલ્ડીંગ પાસે આવીને જોયું તો અહીં બહુ ભીડ હતી

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં દીકરીનો આબાદ બચાવ થનારા ડોકટર ચંચલ આંખોદેખી હાલ કહ્યો હતો. ડોકટર ચંચલની 2 વર્ષની દીકરી બીજે મેડિકલની અતુલ્યમ 1માં હતી. ચંચલ અને તેના પતિ ફરજ પર હતા.વિમાન ક્રેશ થવાના સમાચાર સાંભળતાની સાથે આ દંપતિ બીજે મેડિકલ રેસિડન્ટ બિલ્ડીંગ ખાતે પહોંચ્યું હતું. સંદેશ ન્યુઝ સાથેની વાતચીતમાં ડોકટર ચંચલે કહ્યું હતું કે, પ્લેન જ્યાં ક્રેશ થયું એ બિલ્ડિંગમાં મારી બે વર્ષની દીકરી હતી. કેર ટેકર તેની સાચવણી કરતી હતી. સમાચાર સાંભળતાની સાથે હું 70ની સ્પીડમાં ગાડી ચલાવીને બિલ્ડીંગ તરફ આવી.બિલ્ડીંગ પાસે આવીને જોયું તો અહીં બહુ ભીડ હતી.

જો કે હાલ તેની તબિયત સારી છે

આમ છતાં હું દીકરીની શોધમાં પહેલા માળ સુધી પહોંચી.જ્યાં સામે જ રેસ્ક્યુ કરનાર લોકો મારી દીકરીને નીચે ઉતારી રહ્યા હતા. હું જેમતેમ કરી અને પહેલા માળે પહોંચી અને જોયું તો નીચે આવી શકાય એવી સ્થિતિ જ નહોતી. આ કારણોસર મારી કેર ટેકરને મેં કહ્યું નીચે કુદી જાવ. કેર ટેકર નીચે કુદી અને સાથે તે બાળકી ને લઈને પણ તે કૂદી ગઈ હતી. આમ, તેનો જીવ બચી ગયો.જો કે આમ તેમ કરીને મારી દીકરીને હોસ્પિટલમાં પહોંચાડી હતી. હોસ્પિટલમાં તેને ઓક્સિજન પર રાખવામાં આવી છે. જો કે હાલ તેની તબિયત સારી છે.

મારી દીકરી આજે પણ મિસિંગ હોત

અમારી અતુલ્ય 1 બિલ્ડિંગમાં ડોકટરના બે જ ફેમિલી રહેતા હતા. બાકી પ્રથમ વર્ષમા અભ્યાસ કરતા મેડિકલ સ્ટુડન્ટ રહેતા હતા. તેઓનું શુ થયું મને કંઈ ખબર નથી. અહીં અતુલ્ય 4 નંબરની બિલ્ડિંગમાં મોટી જાનહાની થઈ છે. કારણ કે, વિમાને અતુલ્ય 4 નંબરની બિલ્ડીંગને વધારે નુકસાન પહોચાડ્યું હતું. અતુલ્ય 4 માં ફેમિલી ઉપરાંત મેડિકલ સ્ટુડન્ટ પણ રહેતા હતા. મારું નસીબ કે તે સમયે હું ત્યાં પહોંચી ગઈ નહિતર મારી દીકરી આજે પણ મિસિંગ હોત.


  • Follow us on: