અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના મૃતકોની ઓળખની કામગીરી કરાઈ છે, અત્યાર સુધી કુલ 19 મૃતદેહોના DNA મેચ થયા છે અને અત્યાર સુધી 5 મૃતદેહ પરિવારજનોને સોંપ્યા છે, DNA મેચ થયા બાદ ફોન પર પરિવારને જાણ કરાશે અને પરિવારજનોએ મૃતકના ઓળખના પુરાવા લાવવાના રહેશે અને અન્ય મૃતકોના DNA મેચ કરવાની કામગીરી યથાવત છે.
મૃતદેહોને ઘરે મોકલવા માટે સરકારે કરી વ્યવસ્થા
મૃતકોના મૃતદેહને ઘરે મોકલવા માટે સરકારે એમબ્યુલન્સની વ્યવસ્થા પણ કરી છે, પીએમ રિપોર્ટ-ડેથ સર્ટિફિકેટની ફાઇલ તૈયાર કરાશે અને સરકારી એમ્બ્યુલન્સમાં મૃતદેહો ઘરે પહોંચાડાશે સાથે સાછે મૃતદેહો લઇ જવા એર ઇન્ડિયા પણ મદદ કરશે અને હોસ્પિટલ સાથે સ્વજનોએ સંકલન કરવાનું રહેશે.
DNA મેચ થતા મૃતદેહ પરિવારને સોંપાયા
વડોદરાના બે લોકોના મૃતદેહ પરિવારને સોંપાયા છે જેમાં કલ્પનાબેન પ્રજાપતિ અને એલ્સીનો મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યો છે, આજે પરિજનો દ્વારા અંતિમ વિધિ કરવામાં આવશે. કલ્પનાબેન પ્રજાપતિના મૃતદેહની માંજલપુર મંગલેશ્વર સ્મશાનમાં કરાશે અંતિમ ક્રિયા.
એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે
અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાનાં કારણો તપાસવા કેન્દ્રનાં ગૃહ સચિવનાં વડપણ હેઠળ ઉચ્ચ કક્ષાની બહુ પક્ષીય સમિતિ રચવામાં આવી છે જે ઘટનાનાં મૂળ કારણો શોધીને ત્રણ મહિનામાં તેનો રિપોર્ટ રજૂ કરશે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સમિતિ દ્વારા વ્યાપક ગાઈડલાઈન્સ રજૂ કરાશે અને મહત્ત્વનાં સૂચનો કરાશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે, આ ઉચ્ચ કક્ષાની સમિતિએ જુદાજુદા સંગઠનો દ્વારા કરવામાં આવી રહેલી અન્ય પાસાઓની તપાસનો વિકલ્પ બનશે નહીં.









