અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાથી આખો દેશ સ્તબ્ધ છે. એરઇન્ડિયાનું વિમાન ક્રેશ થવાના ગંભીર અકસ્માતમાં એકસાથે 200થી વધુ લોકોના મોત થતા મોટી કરુણાંતિક બનવા પામી. આ ગોઝારી દુર્ઘટનામાં અનેક લોકો હજુ પણ ગુમ છે અને મૃતકોને શહેરની હોસ્પિટલમાં લઈ જવાયા. જ્યાં મૃતદેહની ઓળખ માટે DNA પરીક્ષણ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ગઈકાલે 8 પરિવારને મૃતકની ઓળખ બાદ મૃતદેહ સોપાયો હતો.


[[$googlead]]

ગૃહમંત્રી હર્ષ સંઘવી  FSL અને NFSU મુલાકાતે

એર ઇન્ડિયાનું લંડન જતું પ્લેન ટેક ઓફ કર્યાની થોડી જ ક્ષણમાં દુર્ઘટનાગ્રસ્ત થતા કયા કારણોસર આ ગંભીર અકસ્માત બનવા પામ્યો તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે સવારે FSL અને NFSU ખાતે મુલાકાતે છે. જ્યાં તેઓ DNA પરીક્ષણ પ્રક્રિયા અંગે રિવ્યૂ કરશે. ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે આ ઉપરાંત તેમની સાથે ગૃહ વિભાગના સચિવ નીપુણા તોરવણે અને આઈબીના આઈજીપી વિરેન્દ્ર યાદવ પણ જોડાશે. અને પ્લેન ક્રેશ થયા બાદ ઇજાગ્રસ્તોની સ્થિતિ અને હાલમાં ડીએનએ પરીક્ષણની પ્રક્રિયા સંદર્ભે સમીક્ષા કરશે. DNA પરીક્ષણ બાદ આજે મૃતકોના પરિવારને મૃતદેહ સોંપાવામાં આવશે. 

[[$alsoread]]

દુર્ઘટનામાં 265ના મોત

ઉલ્લેખનીય છે કે અમદાવાદના મેઘાણીનગરમાં ઇન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ સાથે અથડાયા બાદ વિમાન ISGના કમ્પાઉન્ટમાં ધ્વસ્ત થયું. વિમાનમાં સવાર 242 યાત્રીઓમાંથી એકનો આબાદ બચાવ થયો. એરઇન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઇનર વિમાન ગુરુવારે ટેકઓફ કર્યાના 40 સેકન્ડની ઉડાન બાદ જમીનદોસ્ત થયું. પ્લેન ક્રેશ થતા 12 ક્રૂ મેમ્બર્સ સહિત 241 યાત્રીઓના મોત ઉપરાંત અન્ય સ્થાનિકો સહિત કુલ અત્યાર સુધીમાં 265ના મોત થયાનું સામે આવ્યું છે.

પ્લેન દુર્ઘટનાની થશે તપાસ

ડોક્ટર્સની મેસ પર વિમાન પડતાં મેસને મોટું નુક્સાન થયું. આ દુર્ઘટનામાં મેડિકલનો અભ્યાસ કરતા 10 વિદ્યાર્થીઓનો મોત થયા. ઇન્ટર્ન ડોક્ટરના મૃતદેહની ઓળખ કરવામાં આવી છે. પ્લેન દુર્ઘટના કયા કારણોસર બનવા પામી તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસમાં અમેરિકા પણ જોડાશે. અમેરિકન એવિએશનની સ્પેશ્યલ ટીમ અમદાવાદ આવશે.

  • Follow us on: