એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને એકાવન લાખની સહાય કરવામાં આવી છે. તારીખ 12-06-25નો દિવસ ભારતીય વિમાની સેવા માટે અત્યંત ગોઝારો સાબિત થયો છે. વિશ્વની વિમાની દુઘર્ટનાની તવારીખમાં આ દીવસ કયારેય નહીં ભૂલાય. અમદાવાદ થી લંડન જવા ટેકઓફ થયેલી ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર 270 લોકોનાં કરુણ મોત નિપજયા છે. ઘટના સમગ્ર વિશ્વ માટે આઘાતજનક છે. મોરારીબાપુ આ કરુણ બનાવથી વ્યથિત થયા હતા. તારીખ 13-06-25 નાં રોજ તલગાજરડા ખાતે અત્યંત સાદગીપૂર્ણ રીતે એક ભંડારાનું આયોજન કરાયું હતું.


મોરારીબાપુએ પ્લેન ક્રેશના મૃતકોના પરિવારને સહાય કરી

આ ભંડારો પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને સમર્પિત કર્યો હતો.એ ઉપરાંત પૂજ્ય બાપુએ આ દુઃખદ કરુણ।તિંકામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી અને તેમના પરિવારજનોને રૂપિયા 51,00,000 (એકાવન લાખની) સહાય પરેષિત કરી છે. આ રાશિ એર ઈન્ડિયાના સતાવાળાઓ પાસેથી વિગતો મેળવી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા પહોંચતી કરવામાં આવશે. વિતિય સેવા લંડન સ્થિત રામકથાના શ્રોતા રમેશભાઈ સચદેવની છે. મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

વિમાની દુર્ઘટનાનો ભોગ બનેલા મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ આપી

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદની વિમાનની દુર્ઘટનાને અનુલક્ષીને સાધુ સમાજની પરંપરા મુજબ થતાં સામૈયાનો ઉપક્રમ તેમજ સંતવાણીનો કાર્યક્રમ મોરારિબાપુએ મુલતવી રાખ્યો હતો. આ ઉપરાંત સમગ્ર ભંડારામાંથી પોતાના પરિવારને હટાવીને વિમાની દુર્ઘટનાનો ભોગ બનેલા દિવંગતોને આ ભંડારો અર્પણ કર્યો હતો. ભંડારાના આયોજનમાં વિવિધ ધર્મસ્થાનોના સંતો-મહંતો તેમજ દેશ-વિદેશના બાપુની કથાના શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ભંડારાનું સંયોજન અનુબાપુ હરિયાણીએ કર્યું હતું.

  • Follow us on: