અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ હવે સિવિલ હોસ્પિટલમાં મૃતકોના DNA મેચ કરવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં કૂલ 42 મૃતદેહોના DNA મેચ થયા છે. ઓળખ અનએ DNA મેચ થયેલા 21 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં કૂલ 272 લોકોના DNA સેમ્પલ લેવામાં આવ્યા છે અને હજુ 13 બ્રિટિશ નાગરિકોના DNA સેમ્પલ લેવાના બાકી છે.
ડેથ સર્ટિફિકેટ પણ તાત્કાલિક આપવાની વ્યવસ્થા કરાઈ
DNA મેચ થયા બાદ ફોન કરીને પરિવારજનોને જાણ કરવામાં આવી રહી છે, સાથે જ ડેથ સર્ટિફિકેટ પણ તાત્કાલિક આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પ્લેન ક્રેશની દુર્ઘટનાનો ભોગ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ બન્યા હતા અને તેમનું DNA પણ મેચ થયું છે, આવતીકાલે વિજય રૂપાણીનો નશ્વરદેહ રાજકોટ લઈ જવામાં આવશે. DNA મેચ થતાં નશ્વરદેહ પરિવારને સોંપાશે.
આવતીકાલે પૂર્વ CM વિજય રુપાણીની અંતિમવિધિ યોજાશે
તમને જણાવી દઈ કે રાજકોટમાં વિજય રૂપાણીની અંતિમવિધિ કરવામાં આવશે. ચાર્ટડ પ્લેનમાં નશ્વરદેહ રાજકોટ લઈ જવાશે, ગુજસેલથી ચાર્ટડ પ્લેનમાં નશ્વરદેહ લઇ જવાશે. આવતીકાલે પૂર્વ CM વિજય રુપાણીની અંતિમવિધિ યોજાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અંતિમવિધિમાં આવશે, આ સિવાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રત્નાકર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સી.આર. પાટીલ હાજરી આપશે. ત્યારે મંગળવારે રાજકોટમાં અને બુધવારે ગાંધીનગરમાં શોકસભા પણ યોજાશે.









