અમદાવાદમા વિમાન દુર્ઘટના બાદ મૃતકોની DNA પ્રોફાઈલીંગ દ્વારા ઓળખની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરીને પાર્થિવ દેહ તેમના પરિવારજનોને ઝડપથી સોંપી શકાય તે માટે ગાંધીનગર,અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની તમામ FSL ટીમોને તુરંત જ ગાંધીનગર ખાતે બોલાવી લેવામાં આવી હતી. છેલ્લા ત્રણેક દિવસથી રાત દિવસ એક કરીને FSL અને NSFU ODBEJE મૃતકોની ઓળખ માટે DNA મેચ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાત્રે 11 વાગ્યે FSLની મુલાકાત લીધી હતી.


ખૂબ ઝડપથી DNA મેચ થાય તેવો પ્રયત્ન

ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, વિમાન દુર્ઘટના બાદ છેલ્લા ત્રણ દિવસથી રાત દિવસ એક કરીને એફએસએલ અને એનએસએફયુ દ્વારા ડીએનએ મેચ કરવાની કામગીરી ચાલી રહી છે. ખૂબ ઝડપથી ડીએનએ મેચ થાય તેવો પ્રયત્ન અહીંના સિનિયર અધિકારીથી માંડીને તમામ લોકો કરી રહ્યા છે.મૃતકોના પરિવારજનોને ઝડપથી બોડી આપવા માટે ડીએનએ ઉપર કામગીરી ચાલી રહી છે. હાલમાં રાતના અગિયાર વાગ્યા સુધીમાં 131 DNA મેચ થયા છે. ખૂબ ઝડપથી DNA મેચ થાય તેવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

ફોરેન્સિક તકનીકોનો ઉપયોગ કરીને કામગીરી થઈ રહી છે

ઓળખ ન થઈ શકે તેવા અવશેષોમાંથી એકત્ર કરાયેલા DNA સેમ્પલનું પરીક્ષણ જટીલ હોવાથી મૃતકોના દરેક સેમ્પલને કાળજીપૂર્વક FSL-ગાંધીનગરની લેબમાં લાવવામાં આવ્યા હતા.જ્યારે મૃતકોના સગા-સંબંધીઓના DNA સેમ્પલ એકત્ર કરવાથી લઈને DNA પ્રોફાઈલીંગની કામગીરી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે શરુ કરવામાં આવી હતી.DNA પ્રોફાઇલિંગ જેવી ફોરેન્સિક તકનીકોનો ઉપયોગ કરીને મૃતદેહોને તેની સાચી ઓળખ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


  • Follow us on: