અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનામાં ગુજરાત રાજ્યાના પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. વિજય રૂપાણી પંજાબ બીજેપીના પ્રભારી હતા. વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે તમામ નેતાઓ, મિત્રો, સીએમ તથા પીએમ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ પરિવારને સાંત્વના આપી હતી. પંજાબ BJPના નેતાઓ રૂપાણી પરિવારને મળ્યા હતા.અરુણજોત સોઢીએ રૂપાણી પરિવારને સાંત્વના પાઠવી હતી.
વિજય રૂપાણી સાથે પંજાબમાં હું રહેતો હતો
અરુણજોત સોઢીએ કહ્યું કે વિજય રૂપાણી પંજાબ બીજેપીના પ્રભારી હતા. માનવામાં આવતું નથી વિજયભાઈ આપણી વચ્ચે નથી’અમે ખબર પડી એટલે શોકમાં મુકાઈ ગયા હતા. બીજેપીએ મોટા કદના નેતા ગુમાવ્યા છે. વિજય રૂપાણી સાથે પંજાબમાં હું રહેતો હતો. લંડનનો પ્રવાસ રદ કરી પ્રચારમાં જોડાયા હતા.
વડાપ્રધાને પૂર્વ મુખ્યમંત્રી નિધન પર દુઃખ વ્યક્ત કર્યું
અમદાવાદમાં ગુરૂવારે થયેલી વિમાન દુર્ઘટના બાદ વડાપ્રધાન મોદી અમદાવાદ આવ્યા હતાં. તેમણે સિવિલ હોસ્પિટલમાં જઇને ઇજાગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી. તેઓ ઘટના સ્થળે પણ ગયા હતા.ત્યાર બાદ તેમણે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે વિજય રૂપાણીના પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી. વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી આ ઘટના બાદ અમદાવાદ આવી પહોંચ્યા હતા.









