અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પરિવારને સોપવામાં આવી રહ્યાં છે. વિજયભાઈ રૂપાણીના સર્વન્ટ રહેલા ચંદુભાઈ સાથે સંદેશ ન્યૂઝે વાતચીત કરી હતી. ચંદુભાઈએ વિજયભાઈના માયાળુ સ્વભાવને યાદ કર્યો અને પોતાના જન્મ દિવસ નિમિત્તે વિજયભાઈએ મંત્રીમંડળની મીટિંગમાં મોડું થઈ રહ્યું હતું, ત્યારે મીઠાઈ મંગાવી ઉજવણી કરી હતી. તેઓએ જણાવ્યું કે પહેલી કાર થી લઈને હાલમાં તેઓ વિજય ભાઈ સાથે રહેલા છે.
[[$googlead]]
અકસ્માત થયેલો ત્યારે કાર અટકાવી યુવાનને મદદ કરી
તેમણે વધુમાં વાત કરતા જણાવ્યું કે વિજયભાઈ મંત્રી હતા તે સમયે હાઇવે ઉપર જતા હતા ત્યારે એક અકસ્માત થયેલો ત્યારે કાર અટકાવી યુવાનને મદદ કરી હતી. તેઓની 1206 કાર થી લઈને આજ સુધીના તેઓના કિસ્સાઓ સંદેશ ન્યૂઝ સાથે વાગોળ્યાં છે. સ્વ.વિજય રૂપાણીનું DNA મેચ થયા હોવાની માહિતી સામે આવી છે. જેમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ આ બાબતની જાણ કરી હતી. DNA મેચ થતા મૃતદેહ પરિવારને સોંપાશે અને વિજય રૂપાણીના મૃતદેહને ગાંધીનગર લઇ જવાશે અને રાજકોટમાં કરાશે વિજય રુપાણીની અંતિમવિધી, રાજકોટમાં વિજય રૂપાણીની અંતિમયાત્રા નીકળશે.
અત્યાર સુધી કુલ 32 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 32 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. 32ના પરિવારના સંપર્ક કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 14 મૃતદેહ પરિવારજનો સોંપાયા છે. જેમાં અમદાવાદના 4, વડોદરાના 2 , ખેડા 1, અરવલ્લી 1, બોટાદના 1, મહેસાણા 4, ઉદયપુરના 1 મૃતદેહનો સમાવેશ થાય છે.
[[$alsoread]]