અમદાવાદ વિમાન દુર્ઘટનામાં નિધન થયા બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો નશ્વર દેહ રાજકોટ પહોંચ્યો હતો.આ દરમિયાન અનેક લોકોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગ્રીન ચોકડીથી નિવાસ સ્થાન સુધી યાત્રા નિકળી હતી. તેમના નશ્વર દેહને ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ નિવાસસ્થાને લઈ જઈને દર્શનાર્થે મુકવામા આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ રાજકોટ પહોંચ્યા હતાં. તેમણે વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત મંત્રી મંડળના સભ્યોએ પણ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


[[$googlead]]

પુષ્પવર્ષા કરીને લોકોએ વિજયભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

[[$alsoread]]

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો નશ્વર દેહ રાજકોટ ખાતેના તેમના નિવાસ સ્થાને દર્શનાર્થે મુકવામાં આવ્યો છે. તેમના અંતિમ દર્શન માટે જનમેદની ઉમટી પડી છે. લોકોએ પુષ્પવર્ષા કરીને લોકોએ વિજયભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમના અંતિમ સંસ્કાર રામનાથપરા સ્મશાન ગૃહમાં કરવામાં આવશે. ઈલેક્ટ્રિક સ્મશાનમાં તેમના નશ્વર દેહને અગ્નિદાહ અપાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટ ખાતે વિજયભાઈના નિવાસ સ્થાને પહોંચ્યા હતાં. જ્યાં તેમણે વિજયભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું 

રાજકોટમા અંતિમ યાત્રા પહેલા વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. હવે તેમની અંતિમ યાત્રા નીકળશે. શહેરના રામનાથપરા સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ સ્મશાનમાં ઈલેક્ટ્રિક સ્મશાનમાં તેમને અગ્નિદાહ આપવામાં આવશે.અમિત શાહ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં છે.



  • Follow us on: