સ્વ.વિજય રૂપાણીનું DNA મેચ થયા હોવાની માહિતી સામે આવી છે જેમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ આ બાબતની જાણ કરી હતી, DNA મેચ થતા મૃતદેહ પરિવારને સોંપાશે અને વિજય રૂપાણીના મૃતદેહને ગાંધીનગર લઇ જવાશે અને રાજકોટમાં કરાશે વિજય રુપાણીની અંતિમવિધી, રાજકોટમાં વિજય રૂપાણીની અંતિમયાત્રા નીકળશે.
અત્યાર સુધી કુલ 32 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 32 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. 32ના પરિવારના સંપર્ક કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 14 મૃતદેહ પરિવારજનો સોંપાયા છે. જેમાં અમદાવાદના 4, વડોદરાના 2 , ખેડા 1, અરવલ્લી 1, બોટાદના 1, મહેસાણા 4, ઉદયપુરના 1 મૃતદેહનો સમાવેશ થાય છે.
વિજય રૂપાણીની અંતિમયાત્રાના એક કલાક પૂર્વે આ જાહેરનામું અમલમાં રહેશે
રાજકોટ ઇન્ચાર્જ પોલીસ કમિશર મહેન્દ્ર બગડિયાએ પ્રસિદ્ધ કરેલા જાહેરનામાં જણાવ્યું છે કે સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આગામી સમયમાં અંતિમયાત્રા યોજાનાર હોય જેમાં શહેર તેમજ ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં મહાનુભાવો, રાજકીય અગ્રણીઓ, જાહેર જનતા જોડાનાર હોય જેથી તેમના નિવાસ સ્થાન પ્રકાશ સોસાયટી નિર્મલા કોન્વેન્ટ રોડથી કોટેચા ચોક, કાલાવડ રોડ સ્વામીનારાયણ મંદિર, મહિલા કોલેજ અન્ડરબ્રીજ, એસ્ટ્રોન ચોક, ડોક્ટર દસ્તુર માર્ગ, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણ બાગ, ઢેબર ચોક, કોર્પોરેશન ચોક, સાંગણવા ચોક, ભુપેન્દ્ર રોડ, પેલેસ રોડ ટી પોઈન્ટ, કોઠારિયા પોલીસ ચોકી, ગરુડ ગરબી ચોકથી રામનાથપરા સુધી, પાંજરાપોળથી રામનાથપરા અને ગઢની રાંગ ભીચરી નાકા તરફથી રામનાથપરા સ્મશાનગૃહ સુધી તમામ વાહનોને નો પાર્કિંગ અને નો એન્ટ્રી ફરમાવવામાં આવી છે જયારે અંતિમયાત્રા નીકળશે તેના એક કલાક પૂર્વે આ જાહેરનામું અમલમાં રહેશે.









