અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાનો ભોગ બનેલા રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો DNA ટેસ્ટ મેચ થઈ ગયો છે અને તેમના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. આવતીકાલે એટલે કે 16 જૂને 11.30 વાગ્યે વિજય રૂપાણીના પરિવારના લોકો મૃતદેહ સ્વીકારશે. ત્યારબાદ 12.30 વાગ્યે વિજય રૂપાણીના નશ્વરદેહને રાજકોટ લઈ જવામાં આવશે. રાજકોટમાં વિજય રૂપાણીની અંતિમયાત્રા નીકળશે, આવતીકાલે 5થી 6 વાગ્યા સુધી અંતિમયાત્રા નીકળશે.
ક્યાં ક્યાં રસ્તો પરથી પસાર થશે અંતિમ યાત્રા
- નિર્મલા રોડથી કોટેચા ચોક
- કોટેચા ચોકથી કાલાવડ રોડ અંડરબ્રિજ
- કાલાવડ રોડથી એસ્ટ્રોન ચોક
- એસ્ટ્રોન ચોકથી યાજ્ઞિક રોડ
- યાજ્ઞિક રોડથી ડી.એચ કોલેજ રોડ
- ડી.એચ કૉલેજથી માલવીયા ચોક
- માલવીયા ચોકથી કોર્પોરેશન ચોક
- કોર્પોરેશન ચોકથી સાંગણવા ચોક
- સાંગણવા ચોકથી વિજય રૂપાણીની ઓફિસ ગરેડિયા કૂવા પાસે
- વિજય રૂપાણીની ઓફિસથી રાજેશ્રી સિનેમા
- રાજેશ્રી સિનેમાથી રામનાથપરા સ્મશાન ગૃહ ખાતે અંતિમ વિધિ
દુ:ખની ઘડીમાં સહકાર આપનારા તમામ લોકોનો આભાર: ઋષભ રૂપાણી
તમને જણાવી દઈએ કે પૂર્વ CM વિજય રૂપાણીનું DNA સેમ્પલ મેચ થયું છે અને 16 જૂને વિજય રૂપાણીના નશ્વરદેહને પરિજન સ્વીકારશે, 11 વાગ્યે પરિજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ જશે અને 11:30 વાગ્યે વિજય રૂપાણીનો નશ્વરદેહ સ્વીકારશે. ત્યારબાદ બપોરે 12:30 વાગ્યે નશ્વરદેહને અમદાવાદથી રાજકોટ લઈ જવાશે. 12.30થી 2 વાગ્યાની વચ્ચે હવાઈ માર્ગે વિજય રૂપાણીના નશ્વરદેહને રાજકોટ પહોંચાડાશે. તે પછી 2.30થી 4 વાગ્યા સુધી ગ્રીન ચોકડીથી અંતિમ યાત્રા કાઢવામાં આશે. ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ નિવાસસ્થાને લઈ જવાશે. પૂર્વ મુખ્યપ્રધાનના પુત્ર ઋષભે વડાપ્રધાન મોદી, મુખ્યપ્રધાન, વડીલો, ભાજપના કાર્યકર્તાઓ અને અન્ય નાગરિકોનો દુ:ખની ઘડીમાં સહકાર આપવા બદલ આભાર માન્યો છે.









