અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં 270થી વધુ લોકોના મોત થયા હતાં. આ મૃતકોની ઓળખ માટે DNA સેમ્પલિંગની કામગીરી ચાલી રહી છે. ત્યારે પ્લેન ક્રેશનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. હવે સુરતના એક અરજદારે આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. અરજદારે અરજીમાં સુરતમાં પણ આ પ્રકારની ઘટના બની શકે છે તેવી રજૂઆત કરી છે.


[[$googlead]]

પ્લેન ક્રેશ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામા આવી

અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામા આવી છે. જેમાં સુરતના એક અરજદારે સુરત એરપોર્ટ નજીક ઊંચી ઈમારતો હટાવવા માટે અરજી કરી છે. અમદાવાદની ઘટના બાદ સુરતમાં ઈમારતો હટાવવા મામલે રજૂઆત કરવામાં આવી છે. આ ઈમારતોને કારણે સુરતમાં પણ પ્લેન ક્રેશ થઈ શકે છે તેવી રજૂઆત અરજીમાં કરી છે. આ અરજી સંદર્ભે હાઈકોર્ટમાં આવતીકાલે સુનાવણી હાથ ધરાશે.

[[$alsoread]]

ઉંચી ઈમારતો હટાવવા હાઈકોર્ટમાં રાજૂઆત

અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ બીજે મેડિકલ હોસ્ટેલની બિલ્ડિંગને ટકરાઈ હતી. ત્યાર બાદ પ્રચંડ ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. જેથી પ્લેનમાં સવાર એક મુસાફર સહિત બાકીના તમામ લોકોના મોત નિપજ્યા હતાં. એરપોર્ટની આસપાસ ઉંચી ઈમારતો જોખમી હોવાથી આ પ્રકારની ઘટનાઓ બનતી હોવાનું માનવામાં આવે છે. જેથી સુરતના એક અરજદારે સુરત એરપોર્ટની આસપાસ રહેલી ઉંચી ઈમારતો હટાવવા હાઈકોર્ટમાં રાજૂઆત કરી છે.

  • Follow us on: