અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ દેશભરના લોકો સ્તબ્ધ છે. અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ થયા બાદ તરત જ પ્લેન ક્રેશ થયું અને ધડાકાભેર નજીકની બિલ્ડીંગને અથડાયું હતું અને આગમાં ભડભડ સળગવા લાગ્યું હતું. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે અને હાલમાં આ તમામ લોકોના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને DNA તપાસ બાદ મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.


[[$googlead]]

સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ શોક વ્યક્ત કર્યો

ત્યારે આ દરમિયાન વડોદરા શહેરના પણ 19 મુસાફરો આ પ્લેનમાં સવાર હતા અને તેને લઈને સમગ્ર લિસ્ટ પણ સામે આવ્યું છે. વડોદરા, કરજણ અને વરણામા ગામના લોકો આ પ્લેનમાં સવાર હતા. ત્યારે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ શોક વ્યક્ત કર્યો છે.

[[$alsoread]]

આ 19 મુસાફરો પ્લેનમાં હતા સવાર

  1. કલ્પના પ્રજાપતિ - ધનલક્ષ્મી સોસાયટી માંજલપુર
  2. કેતન શાહ - રોશની પાર્ક, ગોત્રી
  3. સાદિકા તપેલીવાલા - ખત્રીપોળ, વડોદરા
  4. ફાતિમા શેઠવાલા - ખત્રીપોળ,વડોદરા
  5. મરિયમ પાદરીયા - વાડી, વડોદરા
  6. આદમ તાજુ - સંસરોદ, કરજણ
  7. હસીના તાજુ - સાંસરોદ, કરજણ
  8. અલ્તાફ પટેલ - સાંસરોદ, કરજણ
  9. યાસ્મિન વ્હોરા - હમજા પાર્ક, તાંદલજા, વડોદરા
  10. નેન્સી પટેલ - વારસીયા
  11. અર્પણા લાવણીયા - અટલાદરા
  12. નીરજ લાવણીયા - અટલાદરા
  13. ઇન્દ્રવદન દોષી - દંતેશ્વર, વડોદરા
  14. જ્યોતિ ઇન્દ્રવદન દોષી - દંતેશ્વર, વડોદરા
  15. વલ્લભ અઘેડા - વાસણા, વડોદરા
  16. વીણા વલ્લભ અઘેડા - વાસણા, વડોદરા
  17. મહેશ્વરી ભાવિક - વાડી, વડોદરા
  18. સાહીલ પટેલ - તાંદલજા, વડોદરા
  19. તરલિકા પટેલ - વરણામા, વડોદરા ગ્રામ્ય

  • Follow us on: