અમદાવાદમાં આજે 148ની રથયાત્રાની ભવ્ય ઉજવણીની શરૂઆત થઈ છે. અષાઢી બીજના પાવન પર્વના દિવસે જગતના નાથ નગરચર્યા કરવા નીકળશે. વિશેષ રથમાં બિરાજમાન થઇ નગર પરિભ્રમણ કરશે. તેમની સાથે ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે રહેશે. ત્યારે હવે જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથનો વિડીયો સામે આવ્યો છે.
ત્રણેય રથનો વીડિયો સામે આવ્યો
નગરયાત્રા કરવા માટે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને રથમાં બિરાજમાન કરાયા છે. હવે ત્રણેય રથનો વીડિયો સામે આવ્યો છે જેમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથને સુંદર રીતે શણગારવામાં આવ્યા છે. આજે આખું નજર ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ભગવાન જગન્નાથ નંદીઘોષ રથમાં સવાર છે. નંદીઘોષ રથ ઇન્દ્ર દેવે ભગવાનને ભેંટ આપ્યો હતો. નંદીઘોષ રથને સંપૂર્ણ પીળા રંગનો શણગાર કરાયો છે. ભાઇ બલભદ્રના રથનું નામ તાલધ્વ છે જે બલભદ્રને રથ તાલવનના દેવતાઓએ ભેટમાં આપ્યો હતો. બહેન સુભદ્રા પદ્માધ્વજ નામના રથમાં સવાર થશે. રથયાત્રામાં ભગવાન જગન્નાથનો રથ છેલ્લે ચાલે છે. યાત્રામાં સૌપ્રથમ રથ ભાઇ બલભદ્રનો હોય છે. રથયાત્રામાં બહેન સુભદ્રાનો રથને વચ્ચે સ્થાન અપાયુ છે.
નીજ મંદિરમાં ભક્તિમય વાતાવરણ
જમાલપુરમાં નીજ મંદિરમાં ભક્તિમય વાતાવરણ બન્યું છે. રથયાત્રાની ઉજવણીની શરૂઆતમાં વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ભગવાન જગન્નાથની આરતી ઉતારી આર્શીવાદ લીધા હતા. ત્યારબાદ 4.30 વાગ્યે ભગવાનને ખીચડીનો ભોગ ચઢાવવામાં આવ્યો અને 5 વાગ્યે ભગવાન રથમાં બિરાજમાન કરાયા હતા
ઢોલનગારાના તાલે કરાયું રથનું સ્વાગત
રથયાત્રા પૂર્વે મંદિરમાં ભગવાનના રથનું ઢોલનગારાના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું. વાજતે ગાજતે રથો મંદિરમાં લાવવામાં આવ્યા હતા. ત્રણેય રથ મંદિરના પ્રાંગણમાં મુકાયા અને મહંત તેમજ ભક્તોએ ગજરાજોનું પૂજન કર્યું હતું.









