ગુજરાતના અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન AI-171 ક્રેશ થયું છે. દુર્ઘટના સ્થળે હાહાકાર મચી જવા પામ્યો હતો જ્યા જુઓ ત્યાં ધુમાડાના ગોટેગોટા, જોવા મળ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન ઉડાન ભર્યા પછી તરત જ આ અકસ્માત થયો હતો. વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા.


અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમે આ વાતની પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ, આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી મેઘાણીનગર નજીક ક્રેશ થયું હતું.

વિમાન 30થી 50 વર્ષ સુધી ટકી શકે

બોઈંગ 787 ડ્રીમલાઈનરનું ડિઝાઈન કરેલું આયુષ્ય 44,000 ફ્લાઈટ ચક્રનું છે જે 30થી 50 વર્ષનું સંભવિત આયુષ્ય દર્શાવે છે. જ્યારે મોટાભાગના કોમર્શિયલ જેટ એટલા લાંબા સમય સુધી સેવામાં રહેતા નથી. અમદાવાદમાં ક્રેશ થયેલું વિમાન ફક્ત સાડા 11 વર્ષ જૂનું હતું.

બોઈંગ 787-8 ડ્રીમલાઇનરની વિશિષ્ટતાઓ

બોઈંગ 787-8 ડ્રીમલાઇનર એક પહોળું, મધ્યમ કદનું અને લાંબા અંતરનું વિમાન છે જે 210-250 બેઠકો સાથે 8,500 નોટિકલ માઇલ (9,800 માઇલ) સુધીનું અંતર કાપી શકે છે. તે 20% ઓછા ઇંધણ વપરાશ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે જે પર્યાવરણ માટે પણ સારું છે.

આ છે પરિમાણ વિગતો

લંબાઈ 56.70 મીટર

પાંખ પહોળાઈ 60 મીટર

ઊંચાઈ 16.90 મીટર

એન્જિન 2 એન્જિન (સામાન્ય રીતે જનરલ ઇલેક્ટ્રિક અથવા રોલ્સ-રોયસ)

બળતણ ક્ષમતા 1,26,206 લિટર

મહત્તમ ગતિ 954 કિમી/કલાક

મહત્તમ રેન્જ 13,620 કિમી

બેઠક ક્ષમતા 254 મુસાફરો સુધી

અંદાજિત કિંમત ₹2.18 હજાર કરોડ

અમદાવાદથી લંડનની ફ્લાઇટ લગભગ 7000 કિમી છે. તે 787-8 ડ્રીમલાઇનર માટે યોગ્ય છે. આ વિમાન આરામદાયક અને કાર્યક્ષમ હતું.


  • Follow us on: