વિદેશમાં જઈને કારકિર્દી બનાવવાની ઘેલાઈમાં યુવાનોએ પોતાના માતા પિતાના દાગીના વેચાવડાવ્યા હોય ઘર કે ખેતરો ગીરો મૂકીને ગયા હોય તેવા બનાવો આપણે સાંભળ્યા છે.જોકે છેલ્લા કેટલાક સમયથી ઈમિગ્રેશનના નિયમોમાં થયેલા ધરખમ ફેરફારોના લીધે તેમજ અન્ય કારણોસર હવે વિદેશ જનારીની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીં વિદેશથી શહર અને તેની આસપાસના જિલ્લામાં રહેનાર 40 ટકા લોકો પરત આવ્યા છે.જેમાં યુવાનો અને પરિવારોનો સમાવેશ થાય છે. શહેરના જાણીતા એનેસ્થેલોજિસ્ટ ડૉ.તુષાર ચોક્સીના એક રિસર્ચ દરમિયાન આ ચોંકાવનાર તારણો સપાટી પર આવ્યા છે. ખાસ કરીને ગુજરાતી યુવાનોને વિદેશ જવાની ઘેલછા ખૂબ હોય છે. 

વિદેશ જવા લોકો કંઈપણ કરવા તૈયાર

અમેરિકા જવા માટે તો યુવાનો અને પરિવારો લાખો રૂપિયા તો ઠીક પરંતુ જાન જોખમમાં મૂકતાં પણ અચકાતા નથી.ચાર વર્ષ અગાઉ ગાંધીનગર જિલ્લાના ગુજરાતી પરિવારના ચાર સભ્યો કેનેડાથી અમેરિકાની બોર્ડરમાં ઘૂસતાં પહેલાં બરફવર્ષા થતાં પતિ પત્ની અને બે સંતાનો બરફમાં થીજી જવાથી મોત નીપજ્યાં હતાં.આ ઉપરાંત અન્ય બનાવોમાં કલાકો સુધી જંગલમાં ચાલ્યાં હોય બોટમાં પણ મુસાફરી કરી હોય અને ફાયરિંગમાં ઈજા પામ્યા હોય કે મૃત્યુ પામ્યા હોય તેવા બનાવો પણ આપણે સાંભળ્યા છે.જ્યારે આ બનાવથી વિરુદ્ધ કાયદેસર વિદેશ ગયેલા હોય તેવા પરિવારો પોતાના સંતાનો યુએસ કે યુકે છે તેવું બોલવામાં ગર્વ અનુભવતા હતા. પુત્ર કે પુત્રી અભ્યાસ અર્થે ગયા હોય પરંતુ તેઓ ત્યાના નાગરિક બની ગયા હોય તે રીતે પ્રચાર કરતા અને તેમાંય ગ્રીનકાર્ડ મળે તો ખાસ સમારંભમાં પુત્ર કે પુત્રીને ગ્રીન કાર્ડ મળી ગયું તેવું ગૌરવથી કહેતા હતાં. 

વિદેશથી લગ્ન કરવા આવેલાનો ભાવ સૌથી વધુ રહેતો

પછી એવો જમાનો આવ્યો કે વર્કપરમિટ મળી છે.સીટીઝનશીપ માટે એપ્લાય કર્યું છે થઈ જશે હમણા મહિના માટે પુત્ર કે પુત્રી આવી રહ્યા છે.જો તેને પસંદ પડે તો લગ્ન કરી લેશે નહીં તો ફરી આવશે અને ઘરમાં પુત્રી હોય અને વિદેશ જાય તો આપણો પણ ચાન્સ પાછળથી લાગી જાય તેવા વિચારથી આવા પરિવારો વિદેશ ગયેલા પુત્રના પરિવારની સરભરામાં લાગી જતાં હતાં.લગ્નના માર્કેટમાં વિદેશથી લગ્ન કરવા આવેલાનો ભાવ સૌથી વધુ રહેતો હતો.લગ્નમાં રૂપિયા ખર્ચે એટ્લે કે હવે ભાઈ ડોલરમાં કમાણી છે.એક વાતતો નક્કી કે વિદેશ જાય એટલે ભગવાનના ખોળે પડ્યો પરંતુ હવે છેલ્લા થોડા સમયથી આ ઉક્તિમાં બદલાવ આવ્યો છે. વિદેશમાં ઈમિગ્રેશનના નિયમોમાં આવેલા ઘરખમથી ફેરફારના લીધે અભ્યાસ અર્થે જઈને સ્થાયી થવાના યુવાનોના સ્વપ્ના જાણે સાકાર નહીં થાય તેવું લાગી રહ્યું છે. 

હાલ વિદેશમાં નોકરી મેળવવી પણ અઘરી બની ગઈ

આ અમેરિકા કેનેડા,ઓસ્ટ્રેલિયા બ્રિટન અને ન્યૂઝીલેન્ડનો સમાવેશ થાય છે.હાલ વિદેશમાં નોકરી મેળવવી પણ અઘરી બની ગઈ છે.ત્યાં પણ હવે વિદ્યાર્થીઓને નોકરીના કલાકોમાં પણ કટોતી આવી છે.જ્યારે ગેરકાયદે નોકરી કરવામાં ઓછા પૈસા મળે છે.ત્યાં રહેતા ગુજરાતી પરિવારો હવે એવી સલાહ આપી રહ્યા છે કે દેશમાં જો 40થી 50 હજારની નોકરી હોય તો વિદેશનો મોહ છોડી દેજો હવે અહીં પણ બચત ખૂબજ ઓછી થાય છે.દેશમાં જઈને વટ પાડીશુ તેનો ભ્રમ રાખશો નહીં ભારતમાં રહીને પણ અન્ય તકો શોધો અહીં ખૂબજ સંઘર્ષ છે.જો તમારી એક્સ્ટ્રા ઓર્ડિનરી કાર્યકુશળતા છે તો વિદેશ આવવામાં વાંધો નહીં પરંતુ દેશમાં પરિવાર અને પરિચિતો વચ્ચે જીવવું સારું છે.તેવું સમજનાર 40 ટકા ગુજરાતી યુવાનો કે પરિવારો પરત આવી રહ્યાં હોવાનું એક રિસર્ચમાં પ્રકાશમાં આવ્યું છે.

પ્રવર્તમાન સમયમાં વિદેશ કોણે જવું

અભ્યાસુઓના મત મુજબ પ્રવર્તમાન સમયમાં વિદેશ કોણે જવું એક યક્ષ પ્રશ્ન છે.જેમાં વિદેશ ખાસ કરીને તે વ્યક્તિ માટે અર્થપૂર્ણ બની શકે છે.તેની પાસે ઉચ્ચ સ્તરની અને માગવાળી કુશળતા હોય.સંશોધન અથવા વ્યાવસાયિક વિકાસની વિશિષ્ટ તક હોય.ચોક્કસ અને ઉત્તમ શૈક્ષણિક તક હોય,પોતાના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કારકિર્દી બનાવવાની વાસ્તવિક સંભાવના હોય વિઝા અને કાયમી વસવાટના માર્ગની સ્પષ્ટ સમજ હોય અને સમગ્ર નિર્ણય માટે પૂરતી આર્થિક તૈયારી હોય નથી કે આગે આગે ગોરખ જાગે વિદેશી પહોંચી ગયા પછી જોઈ લઈશું તેવો નિર્ણય યોગ્ય નથી.

દેશમાં 50 હજારની નોકરી હોય તો વિદેશનો મોહ છોડો

વિદેશમાં અભ્યાસ બાદ કાયમી વસવાટનું સ્વપ્ન જોતા યુવાનો માટે હવે નોકરી મેળવવી અત્યંત કપરૂ બન્યું છે.બદલાયેલા ઈ મિગ્રેશન નિયમોને પગલે વર્ક પરમિટ અને પીઆર મેળવવામાં ભારે અડચણો ઊભી થઈ છે.વિદ્યાર્થીઓ માટે કામના કલાકોમાં કાપ મુકાતાં અને ગેરકાયદે કામના નજીવા નાણાં મળતાં બચત શક્ય નથી રહી. ત્યાં વસતા ગુજરાતીઓ પણ હવે યુવાનોને સલાહ આપી રહ્યા છે કે,ભારતમાં સામાન્ય નોકરી કે વ્યવસાય હોય તો વિદેશમાં સંઘર્ષ કરવા આવવાનો કોઈ અર્થ નથી.

આ પણ વાંચોઃ Gujarat Latest News Live: મેઘરાજા વિદાય પહેલા જમાવટ કરશે, ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદની આગાહી