અમદાવાદ શહેરના ઈન્દિરાબ્રિજ સર્કલ પાસે રહેતા 65 વર્ષીય વૃદ્ધ સાથે સાયબર ઠગાઈની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વૃદ્ધનું વાઈ-ફાઈ બંધ હોવાથી તેમણે ફરિયાદ કરી હતી, ત્યારબાદ અજાણ્યા શખ્સે જિયો ફાઈબર કસ્ટમર કેર ની ખોટી ઓળખ આપીને તેમને ફોન કર્યો હતો. નેટ ચેક કરવાના બહાને વૃદ્ધ પાસેથી OTP મેળવી લીધો હતો અને UPI મારફતે પ્રથમ રૂ. 48,502 ટ્રાન્સફર કરાવી લીધા હતા.
રિફંડના બહાને વધુ રૂ. 18,999 પડાવ્યા, શંકા જતા ફોન કાપ્યો
ત્યારબાદ ઠગે રિફંડ આપવાના બહાને વૃદ્ધ પાસેથી વધુ રૂ. 18,999 પડાવી લીધા હતા. આ રીતે કુલ રૂ. 67,501 ની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હતી. જોકે, ઠગ દ્વારા વધુ પૈસાની માંગણી કરવામાં આવતા વૃદ્ધને શંકા ગઈ હતી અને તેમણે તરત જ ફોન કાપી નાખ્યો હતો.
