મણિનગરમાં રિક્ષાચાલકે વૃદ્ધાને તમે સિનિયર સિટિઝન છો તમને રૂપિયા મળશે ફોર્મ ભરી દો કહીને વાતોમાં ભોળવીને સોનાની બુટ્ટી લઈ ફરા થઇ ગયો હતો.
દાણીલીમડામાં વસીમખાન પઠાણ ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 13 જુલાઇએ ખેડાના અલીણાગામમાં રહેતા વસીમખાનના દાદી 75 વર્ષીય અમીનાબીબી પઠાણ સંબંધીના બેસણામાં આવ્યા હતા. જે બાદ તેમને અલીણા જવાનું હોવાથી સંબંધી સાથે શાહઆલમ એસ.ટી સ્ટેન્ડ ખાતે ઊભા હતા. ત્યારે એક રિક્ષાચાલક ત્યાં આવ્યો હતો અને ક્યાં જવાનું છે તેમ પૂછયુ હતુ. જેથી વૃદ્ધાએ મહુધા જવાનું છે જેથી રિક્ષાચાલકે 'હું મહુધાનો જમાઇ છુ, તો તમે રિક્ષામાં બેસી જાવ, હું ઉતારી દઇશ' કહેતા અમીનાબીબી અને સંબંધી તેમની રિક્ષામાં બેસી ગયા હતા. રિક્ષામાં બેસી તેઓ ભૈરવનાથ પાસે પહોચ્યા તે સમયે રિક્ષાચાલકે રિક્ષા ઊભી રાખીને વૃદ્ધાના સંબંધીને ઉતાર ગોપાલ ચોક પાસે રિક્ષા ઉભી રાખીને અમીનાબીબીને તમે સિનિયર સિટીઝન છો તો તમને રૂપિયા મળશે તમે ફોર્મ ભરી દો તેમ કહીને વાતોમાં ભોળવીને રૂ. 25 હજારની સોનાની બુટ્ટી લઇને ફોર્મ લઇને આવું છું કહીને રિક્ષાચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. બાદમાં રાહ જોવા છતા તે આવ્યો ન હતો. જેથી વૃદ્ધાએ વસીમખાનને જાણ કરી હતી. આ અંગે વસીમખાને અજાણ્યા રિક્ષાચાલક સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.










