શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતી યુવતીને રિક્ષામાં ઘરે મુકવા જઇ રહેલા ચાલકે એકલતાનો લાભ લઇ તેના પર 2022માં બળાત્કાર ગુજાર્યો હતો.


આ કેસમાં એડિશનલ સેશન્સ જજ બી.બી.જાદવે આરોપીને આજીવન કેદની સજા ફ્ટકારી છે. આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, આખોય કેસ નિઃશંક પણે પુરવાર થાય છે, ત્યારે આરોપી સામે દયા ન દાખવી શકાય.

શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતી 21 વર્ષિય રેખા(ઓળખ છુપાવા નામ બદલ્યું છે)ને 25 ફેબ્રુઆરી 2022ના રોજ રાત્રે પોતાના ઘરે જવું હતું. જેથી તે ભાવેશ પુરણસીંગ રાજપૂતની રિક્ષામાં ઘરે જવા બેઠી હતી. જો કે, ઘરે લઇ જવાની જગ્યાએ ભાવેશે રિક્ષા નરોડા ટોલ નાકા તરફ્ આવેલ અવાવરું જગ્યાએ લઇ ગયો હતો. ત્યારબાદ રેખા પર બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યાંતી પલાયન થઇ ગયો હતો. આ મામલે નરોડા પોલીસ મથકમાં રેખાએ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસી કરી આરોપી ભાવેશ પુરણસીંગ રાજપુતેને ઝડપી લીધો હતો. ત્યારબાદ આરોપી સામે ચાર્જશીટ કરતા કેસ સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો.

જેમાં સરકારી વકીલ નવીન બી. ચૌહાણે પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા જણાવ્યું હતું કે, આરોપી રિક્ષા ચાલકે ભોગબનનારની એકલતાનો લાભ લઇ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જેના મેડિકલ પુરાવા છે, આરોપી સામે આખોય કેસ નિઃશંક પણે પુરવાર થાય છે, આરોપીને ફરીયાદી સહિતના સાક્ષીઓએ ઓળખી બતાવ્યો છે, આવા કિસ્સા વધી રહ્યાં છે, ત્યારે આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીને સખ્તમાં સખ્ત સજા કરવી જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીનેઆજીવન કેદની સજા ફ્ટકારી જેલના હવાલે મોકલી આપ્યો છે.


  • Follow us on: