રોડ પર વેટમિક્સ નાખીને રિપેરિંગની કામગીરી યોગ્ય રીતે કરવામાં ન આવતાં લોકોની મુશ્કેલી વધી રહી છે. નાના ચિલોડા સરદાર નગરમાં જ્યોતિ હોટલની નજીક શિવ પાર્ક સુધી રોડ ઉબડ ખાબડ અને પાણી ભરાવાની સમસ્યા રહેલી છે.
જેના અંગે સ્થાનિકોએ વારંવાર રજુઆત કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ થઈ રહેલી નથી. આ તરફ રોડ રિપેરિંગ માટેના વિવિધ કામની ફાળવણી કરવાના દાવા કરવામાં આવે છે પરંતુ રોડ પર યોગ્ય રીતે વેટમિક્સ નાખીને રોડ રિપેર ન થતો હોવાનો સ્થાનિકોનો આરોપ છે. તેમજ સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોની મુશ્કેલી વધી જતી હોવાની પણ ફરિયાદ રહેલી છે.
આ અંગે ફરિયાદ કરતાં સ્થાનિકોએ જણાવ્યું કે, સરદાર નગર છસ્ઝ્ર વોર્ડ ઓફ્સિમાં સતત જાણ કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી પ્રજાજનો ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેમાં જ્યોતિ હોટલની ગલીમાં સામે પેટ્રોલ પંપ ની સામેના રોડ શિવ પાર્ક સુધી રસ્તાઓ ખાડાઓ તેમજ વરસાદી પાણી ભરાઈ જાય છે. અહીં લગભગ 10 થી 12 સોસાયટી આવેલ છે તેમજ સાગર ટેનામેન્ટ, શિલ્પગ્રામ, પુષ્પમ ફ્લોરા, પુષ્પક બંગ્લોઝ, શક્તિનગર વિભાગ એક-બે, તુલસી પાર્ક, પાર્થ બંગ્લોઝ અને ગાોલ્ડન બંગ્લોઝના તમામ પ્રજાજનો આ રસ્તાનો ઉપયોગ કરે છે. તેમ છતાં કેટલાય સમયથી વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ આવતું નથી. ફરીયાદના નિવારણમાં વારંવાર રજુઆત પછી વેટમિક્સ નાખવા માટેની કામગીરી પણ યોગ્ય રીતે કરવામાં આવી રહી નથી. જેના કારણે સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે. આ અંગે સામાન્ય કામગીરી સમયસર કરવામાં આવે તેવી જ સ્થાનિકોની રજુઆત રહેલી છે.