ઓઢવમાં રહેતા વિક્કી પટણી રિક્ષા ચલાવે છે. ગત 20 નવેમ્બરે વિક્કી બપોરે રિક્ષા લઈને નિકોલ રોડ ખાતે બેઠો હતો ત્યારે તેના મોબાઈલ પર રાહુલનો ફોન આવ્યો હતો.


રાહુલે ફોન પર કહ્યુ હતું કે તારી રિક્ષાના હુડ ઉપર લગાવેલા એન્ટીના તુ મને આપી દે પરંતુ વિક્કીએ એન્ટીના આપવાની ના પાડતા રાહુલ તેના મિત્રો રણજીત ઠાકોર, મયુર પટણી અને શ્યામજી પટણી સાથે વિક્કીને મળવા પહોચ્યો હતો. બાદમાં એન્ટીના આપવાની કેમ ના પાડે છે કહીને ચારેય શખ્સોએ વિક્કીને લોખંડની પાઇપથી વિક્કીને ફ્ટકાર્યો હતો. ઉપરાંત ચપ્પુથી રિક્ષામાં તોડફેડ પણ કરી હતી.હવે કોઇ વાતમાં ના પાડીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ચારેય નાસી ગયા હતા. આ અંગે વિક્કીએ ચારેય સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.


  • Follow us on: