સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ગુજરાતમાં છેલ્લા છ દિવસમાં કુલ 51,764થી વધુ સ્વાસ્થ્ય ચકાસણી કેમ્પ યોજવામાં આવ્યા છે, રાજ્યમાં આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 28 લાખથી વધુ નાગરિકોએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ મેળવ્યો છે. રાજ્યમાં સબ સેન્ટરથી લઈ મેડિકલ કોલેજમાં વિવિધ કેમ્પોનું આયોજન કરાઈ રહ્યું છે, 22મી સપ્ટેમ્બરે 10,192 કેમ્પનું આયોજન થયું હતું. આ અભિયાનમાં 2.89 લાખ લોકોની ટી.બીની બીમારીનું સ્ક્રીનિંગ કરાયું છે.


રાજ્યના આરોગ્ય વિભાગના કહેવા પ્રમાણે, છ દિવસમાં 28,58,093 નાગરિકોએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો છે. જેમાં 8,95,613 જેટલા લેબટેસ્ટ અને 37,141 જેટલા એક્સ-રે કરવામાં આવ્યા છે, આ ચકાસણી બાદ 15,118 જેટલા નાગરિકોને સ્ક્રીનિંગ કર્યા બાદની સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા છે. 11.8 લાખ નાગરિકોનું હાયપરટેન્શન , 11.13 લાખ નાગરિકોનું ડાયાબિટીસ અને 7.31 લાખ વ્યક્તિઓના ઓરલ , બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સરની તપાસ કરવામાં આવી છે. અત્યાર સુધી 817 જેટલા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે, જેમાં 77,208 યુનિટ બ્લડ એકત્ર કરાયું છે. અભિયાન અંતર્ગત 64 હજારથી વધુ આયુષ્માન કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યા છે.


  • Follow us on: