વડોદરાથી અમદાવાદમાં MD ડ્રગ્સ વેચવા માટે આવેલા 4 પેડલરોને SMCએ નારોલ પાસેથી ઝડપી લઈ 14.89 લાખના એમ.ડી. ડ્રગ્સ અને ગાંજો જપ્ત કરાયો છે.
નારોલથી વિશાલ સર્કલ તરફ જતા માર્ગ પર પેડલરો એમ.ડી. ડ્રગ્સ વેચાણ કરી રહ્યા હોવાથી દરોડા પડતા એક રિક્ષા સાથે ચાર પેડલરો ઉબેદ અલી હસન, મોહમદ સાહિલ અને અશરફ શેખને ઝડપીં 148.950 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ અને ગાંજો મળ્યો હતો. આ પેડલરોની પૂછપરછ કરતાં ડ્રગ્સ વડોદરા સપ્લાયર સૈયદ બદરૂ અને ઇકબાલ ફટકે વેચવા માટે આપ્યું હોવાની કબૂલાત કરી તેમજ રાજસ્થાનથી મંગાવતા હોવાનું સામે આવ્યું છે. ગાંજાનો સપ્લાયર ગોમતીપુરનો હુસૈન બટકો હોવાનું જાણી શકાયું છે. ડ્રગ્સના મુખ્ય સુત્રધાર સૈયદ બદરૂ,ઇકબાલ ફાટક, અમદાવાદના હુસૈન બટકાને ઝડપી લેવા તપાસ શરુ કરી છે.










