ખોખરામાં બાળકોને રમવાની બાબતમાં મહિલા સહિત ચાર લોકોએ પાડોશી દંપતી સાથે ઝઘડો કરીને દંડાથી ફ્ટકાર્યુ હતુ. જેમાં મહિલાએ ભત્રીજાને ઘરે જા શુ કરવા ચોકમાં રમે છે કહેતા મામલો બિચક્યો હતો. આ અંગે યુવકે એક મહિલા સહિત ચાર લોકો સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.


ખોખરામાં રહેતા બીપીનગિરિ ગોસ્વામી રિક્ષા ચલાવે છે. ગત 13 નવેમ્બરે રાત્રીના સમયે તેમની પત્ની શિલ્પાબેન ઘરના ઓટલા પર બેસીને પાડોશમાં રહેતી મહિલાઓ સાથે વાત કરતા હતા. જેમાં તેમના નાનાભાઇ રાજેશગિરિનો 5 વર્ષીય પુત્ર ઘરની આગળ ચોકમાં રમતો હતો. જેથી શિલ્પાબેને ભત્રીજાને હવે ઘરે જા શુ કરવા ચોકમાં રમે છે, માત્ર એટલું કહેતા પાડોશમાં રહેતા અંકીતગિરિની પત્ની રીનાબેને શિલ્પાબેન સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં અંકિતગિરિએ શિલ્પાબેનના પિયરમાં ફોન કરીને તમારી બેનને સમજાવો જેમ તેમ બોલે છે. જેથી બીપીનગિરિએ પોતાના ભાઈ અંકિતગિરિને કેમ મારી સાસરીમાં ફોન કર્યો જે વાત કરવી હોય મારી સાથે કરો કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમ્યાન અંકિતગિરિ, તેની પત્ની તેમજ અલ્પેશગિરિ અને તેનો પુત્ર પાર્થે ભેગા મળીને ઝઘડો કરીને દંપતીને બીભસ્ત ગાળો બોલીને દંડાથી ફ્ટકાર્યું હતું. બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી જતા તમામ ત્યાંથી નાસી ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત બીપીનગિરિને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ અંગે બિપીનગિરિએ ચારેય સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.


  • Follow us on: