દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવાના કારણે આગ-અકસ્માત અને દાઝી જવાથી ઈજા પામવાના 41 કેસો નોંધાયા હતા અને એએમસી સંચાલિત શારદાબેન, વીએસ, એલજી અને નગરી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. શારદાબેન હોસ્પિટલમાં બર્ન ઓપીડીમાં 2 કેસ નોંધાયા હતા. જ્યારે એલ.જી. હોસ્પિટલના બર્ન વિભાગમાં 19 દર્દીઓ સારવાર માટે અને તે પૈકી 3 દર્દીને દાખલ કરાયા હતા. આ ઉપરાંત, હોસ્પિટલમાં રિદ્ધિ સ્ટીલ ફાયર અકસ્માતના બે દર્દીઓ નોંધાયા હતા,
જેમાંથી એક દર્દીને OPDમાં હતો અને એક મૃત હાલતમાં લાવવામાં આવ્યો હતો. વી.એસ. હોસ્પિટલની ઓપીડીમાં દાઝી ઝવાને કારણે ઈજા પામેલા 5 દર્દીને સારવાર આપવામાં આવી હતી. નગરી હોસપિટલની OPDમાં 15 દર્દીઓમા સારવાર લીધી હતી અને 2 દર્દી સારવાર હેઠળ છે. એસવીપી હોસ્પિટલમાં દાઝી જવાનો કોઈ દર્દી નોંધાયો ન હતો.










