સમગ્ર અમદાવાદમાં 26 લાખ પ્રોપર્ટી સામે સિટી સરવે વિભાગ દ્વારા અત્યાર સુધીમાં માત્ર 8.46 લાખ પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરાયા છે. છેલ્લા એક મહિનામાં 4500થી વધુ પ્રોપર્ટી કાર્ડ
ઇશ્યુ કરાયા છે. ઇશ્યુ થયેલા પ્રોપર્ટી કાર્ડની કોપી IORA અને ANYRORના પોર્ટલ પરથી મળી શકે છે. માલિકના પુરાવા તરીકે પ્રોપર્ટીકાર્ડ માન્ય છે.
મ્યનિ. વિસ્તારમાં 21 લાખ પ્રોપર્ટી ટેક્સ બીલની સામે અત્યાર સુધીમાં સીટી સરવે વિભાગ દ્વારા 7.50 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ ઇશ્યુ કરાયા છે. જ્યારે અમદાવાદ શહેર અને જિલ્લામાં મળી 8.46 લાખ પ્રોપર્ટી કાર્ડ ઈશ્યૂ થયા છે. મહિને સરેરાશ પાંચ હજાર પ્રોપર્ટી કાર્ડ નિકળે છે. પ્રોપર્ટીકાર્ડ કાઢવા માટે એકવાર નોટીસ ઇસ્યુ થયા પછી ખાસ કરીને જુની પ્રોપર્ટીમાં પુરાવાના અભાવે વિલંબ થઇ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં 15 હજાર પ્રોપર્ટીકાર્ડ માટે નોટીસ ઇશ્યુ કરાઇ છે.
કચેરી પ્રમાણે પ્રોપર્ટી કાર્ડની સંખ્યા
સુપરિન્ટેન્ડેન્ટ કચેરી-1માં 1,15248, સુપરિન્ટેન્ડેન્ટ કચેરી-2માં 1,5,0421, સુપરિન્ટેન્ડેન્ટ કચેરી-3માં 87,648, સુપરિન્ટેન્ડેન્ટ કચેરી(નગરરચના)માં 2,08,914, સુપરિન્ટેન્ડેન્ટ કચેરી (સાણંદ)માં 1,87,984, સુપરિન્ટેન્ડેન્ટ કચેરી (વિરમગામ)માં 1,10,649 પ્રોપર્ટી કાર્ડ નિકળ્યા હોવાનું જણાવતા સિટી સર્વે વિભાગના સુત્રો કહ્યું કે, અત્યાર સુધીમાં 1,15,131 કાર્ડ અમદાવાદ સીટી-1માં, 1,04,834 કાર્ડ સીટી-2માં, 87,618 કાર્ડ સીટી-3માં અને 2,07,280 કાર્ડ સીટી-નગર રચનાના મળી કુલ 5,14,866 પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરાયા છે. જ્યારે સમગ્ર જિલ્લામાં કુલ 7,49,743 પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે.