વટવામાં રહેતા યુવકને ડ્રીમ-11 ગેમમાં ક્રિકેટની પોતાની ટીમ બનાવીને ગેમ રમીને થોડા ઘણા રૂપિયા કમાઈ લેતો હતો. આ દરમ્યાન ગત એપ્રિલ મહિનામાં યુવકે ગેમમાં રૂ.1 કરોડ જીત્યા હતા.
જેમાં ટીડીએસના રૂ.29 લાખ કપાઈને ગેમિંગ એપ્લિકેશનના વોલેટમાં રૂ.70 લાખ જમા થયા હતા. બાદમાં ટેક્ષ રિફંડના રૂપિયા એકાઉન્ટમાં ન આવતા તપાસ કરતા તેના ડોક્યુમેન્ટનો અજાણ્યા ગઠિયાએ ઉપયોગ કરીને જીતેલ રૂપિયા તેના હોવાનો દાવો કર્યો હતો. આ અંગે યુવકે અજાણ્યા શખ્સ સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરયિાદ નોંધાવી છે.
વટવામાં રહેતો અમિત રમાકાંત ત્રિવેદી છેલ્લા છ વર્ષથી રમાકાંત ડ્રીમ -11 નામની ગેમ રમતો હતો. વર્ષ એપ્રિલ 2025માં ગેમિંગ એપ્લિકેશનમાં તે રૂ. 1 કરોડ જીત્યો હતો. 1 કરોડ જીત્યો હોવાથી ટેક્સના 29 લાખ રૂપિયા કપાઈને યુવકના ખાતામાં રૂ.70 લાખ એપ્લિકેશનના વોલેટમાં જમા થયા હતા. તે રૂપિયામાંથી યુવકે ધંધો કરવા માટે ઝ્રછને મળીને જીએસટી નંબર મેળવ્યો અને બાદમાં વર્ષ 2022-2023 અને 2025 -2026 ના રીટર્ન પણ ભર્યા હતા. જેમાં ટેક્સ રિફંડ મળવા પાત્ર રકમ યુવકના એકાઉન્ટમાં જમા નહી થતા યુવક ઝ્રછની ઓફ્સિે પહોંચ્યો અને ટેક્ષ રિફંડ હજુ કેમ નથી આવ્યું તેમ પૂછતા તપાસ કરવામાં આવી તો ખબર પડી કે પંજાબ નેશનલ બેંકના ખાતામાં ટેક્સ રિફંડના રૂપિયા જમા થયેલા છે. બાદમાં તપાસ કરતા જાણવા મળ્યું કે પિૃમ બંગાળના દિનહાતા બ્રાંચમાં યુવકના નામ અને ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને એકાઉન્ટ ખોલાવી ટેક્સ રિફંડના રૂપિયા ગઠિયાએ પોતાનાં એકાઉન્ટમાં મેળવી લીધા હતા. ગઠિયાએ ક્લેમ મુકીને પોતે જ આ ગેમિંગના રૂપિયા જીત્યા હોવાનો દાવો કર્યો હતો. આ અંગે અમિતે અજાણ્યા શખ્સ સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.