છેલ્લા ઘણાં સમયથી દક્ષિણ ઝોનના વિવિધ વિસ્તારોમાં પાણીના પ્રેશર અંગે સ્થાનિકોનો વિરોધ વધી રહ્યો છે.


જેમાં પણ મણિનગર વોર્ડમાં આવેલા ભૈરવનાથ, મિલ્લતનગરથી લઈ વસંતનગર વિસ્તારમાં પૂરતા પ્રેશરથી પાણી ન મળી રહ્યું હોવાની ફરિયાદ ઘણા સમયથી મ્યુનિ. કોર્પોરેશનને કરવામાં આવી રહી છે. આ માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મણિનગરમાં આવેલા પ્રગતિમિરા વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશનની પાસે એક નવું વોટર ડિસ્ટ્રિબ્યૂશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. જેના રિનોવેશનનું કામ કરી તેમાં નવા મોટર પંમ્પ લગાવવાની કામગીરી કરવામાં આવશે.

આ ડિસ્ટ્રિબ્યૂશન સેન્ટરમાં એક બીજો નવો ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન બનાવવામાં આવશેે. જેના માટે રૂ. 5.99 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે. જેના વોટર ઓપરેશન દ્વારા સ્ટેશનના કમન્ડિંગ એરિયામાં પૂરતા પ્રેશરથી અને જરૂરી પ્રમાણમાં જથ્થો મળી રહેશે. આ સાથે જ અંડર ગ્રાઉન્ડ ટાંકીના એક્સટેન્શનની કામગીરી પણ કરવામાં આવી રહી છે. જેથી મણિનગરના વિવિધ વિસ્તારોમાં પણ પાણીનો પૂરતો જથ્થો યોગ્ય પ્રેશર સાથે મળી રહેશે. જેના માટેની કામગીરી આગામી દિવસમાં શરૂ કરવામાં આવશે.


  • Follow us on: