વસ્ત્ર્રાલમાં રહેતા બાલાભાઇ જીતીયા નિવૃત જીવન જીવે છે. એક વર્ષ પહેલા તેમને વિરમગામ ખાતે બેન્કમાંથી ગોલ્ડલોન લીધી હતી. ત્યારે રૂપિયાની સગવડ થતા ગત 5 જુલાઇએ જમા કરાવી દાગીના છોડાવી ઘરે આવી રહ્યા હતા. ત્યારે ન્યૂ ક્લોથ માર્કેટ પાસેથી વસ્ત્ર્રાલ જવા રિક્ષામાં બેઠા હતા. રિક્ષામાં પહેલાથી બે ગઠિયા પેસેન્જરના સ્વાંગમાં બેઠા હતા. જે બાદ રિક્ષામાં બેસેલ બંને ગઠિયાઓ ધક્કામૂક્કી કરતા હતા. ત્યારે રિક્ષાચાલકે સીટીએમ ચાર રસ્તા આવતા ઉભી રાખીને બાલાભાઇને રિક્ષા આગળ નહિ જાય બીજી રિક્ષામાં બેસી જાવ કહીને ઉતારી દીધા હતા. જે બાદ બાલાભાઇ અન્ય રિક્ષામાં ઘરે ગયા હતા. ત્યાં થેલો ખોલતા તેમાં કુલ રૂ. 2.10 લાખના દાગીના ભરેલા બોક્સ ગુમ હતા. આ અંગે રામોલ પોલીસે ફરિયાદ નોંધી છે. બીજી ઘટનામાં સિંગરવામાં રહેતા રૂત્વીક રબારી ગત 26 જુલાઇએ કંપનીના રોકડા રૂ. 21 હજાર ખિસ્સામાં મૂકીને નોકરી પર જવા રિક્ષામાં બેઠા હતા. ત્યારે રિક્ષામાં પહેલાથી બે પેસેન્જર બેસેલ હતા. ત્યારે વેપારી મહામંડળ પાસે રૂત્વીકભાઇ ઉતરી ગયા હતા. જે બાદ ખિસ્સામાં જોતા રૂપિયા ગુમ હતા. આ અંગે ઓઢવ પોલીસે ફરિયાદ નોંધી છે.

Surat : ચાલુ કારમાં બિયર પીતા પીતા આર્કિટેકે બાઈક-સ્કૂટરને ફંગોળ્યા, બે સગા ભાઈ અને બે મહિલાના હાથ-પગ કચડ્યા









