અસારવામાં રોડ ક્રોસ કરી રહેલા યુવકને રિક્ષાચાલકે અડફેટે લીધો હતો. યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યંુ હતું. આ અંગે ટ્રાફ્કિ પોલીસે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.
અસારવામાં રહેતા 40 વર્ષીય કનારામ ગોહિલ છૂટક મજૂરી કામ કરતા હતા. ગત 29 ઓગસ્ટે પરોઢિયે તેઓ અસારવા તળાવથી માતૃભૂમિ વાવ તરફ્ ચાલતા જતા હતા. ત્યારે મહાલક્ષ્મી માટલાઘર પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે પૂરઝડપે આવી રહેલા રિક્ષાચાલકે કનારામને ટક્કર મારતા તેઓ ફ્ંગોળાઈને રોડ પર પટકાયા હતા. તેમને ખૂબજ ગંભીર ઇજાઓ પહોચી જેથી તેઓ બેભાન થઇ ગયા હતા. આસપાસના લોકોએ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન કનારામનું મોત નીપજ્યું હતું. આ દરમિયાન રિક્ષાચાલક ફરાર થઇ ગયો હતો. આ અકસ્માત અંગે અંગે એફ્ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે ફરાર રિક્ષાચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.










