ઘાટલોડિયામાં 23 વર્ષીય કલ્પેશ રબારી ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ગત 15 ઓક્ટોમ્બરે કલ્પેશ નોકરીના કામથી શેઠનું જ્યુપિટર લઇને પીપળજ જતો હતો.
ત્યારે બપોરના સમયે તે પીપળજ ગામ પાસે ગણેશનગર પાસે પહોચ્યો તે સમયે પુરઝડપે આવી રહેલ ડમ્પરચાલકે જ્યુપીટરને ટક્કર મારતા કલ્પેશ રોડ પર પટકાયો હતો. જ્યારે તેની પરથી ડમ્પરનું ટાયર ફ્રી વળતા કલ્પેશનુંઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. બીજી તરફ્ અકસ્માત થતા આસપાસના લોકોનું ટોળુ ભેગુ થતા ડમ્પરચાલક ત્યાંથી નાસી ગયો હતો. આ અંગે મૃતકના પિતાએ ડમ્પરચાલક સામે કે ડિવિઝન ટ્રાફ્કિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.










