સાણંદના બકરાણાગામમાં 35 વર્ષીય પ્રદિપકુમાર ચૌહાણ પરિવાર સાથે રહેતો હતો અને ઉબેરમાં કાર ચલાવતો હતો.


ગત 20 જુલાઇએ રાત્રીના સમયે તે કાર ક્યાંક મૂકીને ચાલતા ચાલતા નરોડા શેલ્બી હોસ્પિટલ પાસે આવેલ આર્શિવાદ એવન્યુમાં આવ્યો હતો. બાદમાં તેના ધાબા પર ચઢી ગયો હતો. બાદમાં અગમ્ય કારણોસર ધાબા પરથી પડતુ મૂકીને આપઘાત કર્યો હતો. યુવક ધાબાની પાળી પર બેઠો હતો તે સમયે લોકોએ તેનો વિડીયો પણ બનાવ્યો હતો. જો કે આપઘાત કરવા પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યુ હતુ. નરોડા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને અકસ્માત મોતનો ગુનો નોધીને તેના પરિવારજનોના નિવેદન નોધવાની તજવીજ હાથધરી તપાસ શરૂ કરી છે.


  • Follow us on: