શહેરમાં બેન્કના છ્સ્માં રૂપિયા ઉપાડવા જતા લોકોને ટાર્ગેટ કરીને વિશ્વાસ કેળવીને તેમની પાસેથી છ્સ્કાર્ડ બદલી અને પીન નંબર મેળવીને રૂપિયા ઉપાડી લેતા રીઢા આરોપીને પોલીસે ઝડપી પાડયો છે. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
અમરાઈવાડીમાં રહેતા દિનેશભાઇ પરમાર ગત જુલાઈમાં ખાનગી બેંકના છ્સ્માં રૂપિયા ઉપાડવા માટે ગયા હતા. ત્યારે છ્સ્ની બહાર બેસેલ ગઠિયાએ દિનેશ ભાઈને રૂપિયા ઉપાડવામાં મદદ કરી આપું કહીને વિશ્વાસમાં લીધા અને જાળમાં ફ્સાવી લીધા હતા. ત્યારબાદ આરોપીએ દિનેશભાઈના છ્સ્નો પાસવર્ડ વાતોવાતોમાં જાણી લીધો અને આ ATM મશીન બગડેલું લાગે છે અહિયાંથી રૂપિયા નીકળતા નથી તમે બીજા કોઈ સેન્ટરમાં પ્રયત્ન કરી જોવો તેમ કહીને દિનેશભાઈની નજર ચૂકવીને તેમનું ATM કાર્ડ આરોપીએ પોતાની પાસે રાખી લીધું અને દિનેશભાઈને અન્ય બેંકનું ATM કાર્ડ આપી દીધું હતું. વિશ્વાસમાં આવી ગયેલા દિનેશભાઈએ આરોપીએ આપેલ ATM લઈને નીકળી ગયા અને આરોપીએ દિનેશભાઈના ATM વડે રૂ.20 હજાર ઉપાડીને પલાયન થઇ ગયો હતો. આ અંગે દિનેશભાઈએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે આરોપી નાગજી રબારીની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરતા તે વર્ષ 2014થી અત્યારસુધી 14 ગુના આચરી ચૂક્યો છે. તાજેતરમાં જ આરોપી ગત માર્ચ મહિનામાં સોલા અને ઇસનપુર પોલીસ સ્ટેશનમાં આવા જ પ્રકારના ગુના હેઠળ ઝડપાઈ ચુક્યો હતો. ત્યારબાદ જેલમાંથી જામીન પર છુટીને બહાર આવતાની સાથે જ આરોપીએ ફરીથી ગુનો કર્યો હતો.










