રાજ્યમાં કચ્છ અને જામનગર જીલ્લામાં 2 કંપનીમાં દરોડા પાડી શુદ્ધ ઘીમાં ભેળસેળ કરી બનાવટી ઘી બનાવવાનો કાચો માલ સહિત કુલ રૂા.1.4 કરોડનો માલ જપ્ત કરાયો છે. શુદ્ધ ઘીમાં ભેળસેળ કરવા માટે રિફાઇન્ડ પામ તેલનો ઉપયોગ કરતાં હતાં. તહેવાર સમયે મોટાપાયે ઘી અને તેલમાં ભેળસેળ કરતા વેપારીઓ પર હવે તવાઈ શરૂ કરી છે.
ફૂડ એન્ડ ડ્ર્ગ્સની ટીમે ગાંધીધામ ખાતે આવેલ ભારત ફૂડ કો-ઓપરેટિવ લિ.માંથી 2 રિફાઈન્ડ પામ તેલ, 1 સવેરા બ્રાન્ડ રિફાઈન્ડ પામ તેલ અને 1 વનસ્પતિના એમ કુલ 4 (ચાર) નમૂનાઓ લીધા હતા. જેમાં શંકાસ્પદ 1.32 કરોડનો 67 ટન રિફાઈન્ડ પામ તેલનો જથ્થો સીઝ કર્યો છે. પેઢીમાં રિફાઈન્ડ પામ તેલ સવેરા બ્રાન્ડથી 15 કિગ્રાના પેકિંગમાં ઉત્પાદન કરી વેચાણ થતુ હતું.










