મણિનગર ના જવાહર ચોક ઈશનપુર માર્ગ પર ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ ફસાઈ રહી હતી. જેના કારણે ફરી એકવાર ટ્રાફિકની સમસ્યા મણિનગરના લોકો માટે મોટી બની રહી છે. બપોરે એક કલાકે ભારે ટ્રાફ્કિ જામ થયો હતો. જેમાં સર્કલ પાસે જ એમ્બ્યુલન્સ અંદાજે અડધા કલાક સુધી ફસાઈ રહી હતી. ભારે ટ્રાફિકજામ વચ્ચે એક પણ ટ્રાફિક પોલીસ જવાન કે ટીઆરબીના જવાન સંચાલન માટે જોવા મળ્યા ન હતા.



  • Follow us on: