લાંબા સમયથી ઉત્તર ઝોનમાં આવેલા બાપુનગરના વિવિધ વિસ્તારોમાં પાણીની અછત રહેલી હતી. જેના કારણે ઘણી સોસાયટીઓમાં પાણીના બોરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.


જેના પગલે હવે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનનાં બાપુનગરમાં વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનના ઓગમેન્ટેશનની કામગીરીના તબક્કાવાર આયોજનન ભાગરૂપે હાલના તબક્કે પ્રથમ તબક્કામાં નવી 25 લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી બનાવવામાં આવશે. જેના માટે તબક્કાવાર રીતે 6 કરોડથી વધુનો ખર્ચ થશે પરંતુ પ્રથમ ટાંકી માટે રૂ.3,18,98,283 નો ખર્ચ કરવામાં આવશે. અહીં 1999 થી વોટર ડિસ્ટ્રીબ્યુશન માટેની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે અવરનવર લોકોને બોર પર આધાર રાખવો પડી રહ્યો હતો. તેમજ આ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં હયાત ભુગર્ભ ટાંકીની આશરે કુલ ક્ષમતા 12.73 મીલીયન લીટર તથા ઓવરહેડ ટાંકીની કુલ ક્ષમતા 0.91 મીલીયન લીટર છે. તેમજ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં આવેલ ઓવરહેડ ટાંકી જર્જરીત થયેલ છે.

ઉત્તર ઝોનનાં બાપુનગર વોર્ડમાં કુલ 3 વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન આવેલા છે. જેમાં બાપુનગર (જુનું), બાપુનગર (નવું) તથા આનંદ ફ્લેલેટ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનનો સમાવેશ થાય છે. જેમાંથી બાપુનગર (જુનું) વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાંથી રોજીંીંદો આશરે 14 મીલીયન લીટર ક્ષમતાનો પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે. બાપુનગર (જુનું) વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં હાલ જુદા જુદા કુલ 5 સંપ તથા 1 પંપ હાઉસ તેમજ 1 ઓવરહેડ ટાંકી આવેલ છે. જેના કારણે હાલના જ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનને તબક્કાવાર ઓગમેન્ટેશન કરવાના આયોજનન ભાગરૂપે હાલના તબક્કે પ્રથમ તબક્કામાં નવી 25 લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી બનાવવાનું આયોજન કરેલ છે. આ ઉપરાંત બાપુનગરના ઘણાં વિસ્તારોમાં ઉનાળામાં પાણીનું પૂરતું પ્રેશર ન મળી રહેવાના કારણે લોકોને પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે. આ સ્થિતિમાં તંત્ર દ્વારા લાંબા સમયથી પીવાના પાણી માટેની લોકોની જરૂરિયાત સંતોષી શકાય તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ માટેની કામગીરી આગામી સમયમાં શરૂ કરવામાં આવશે જેથી ઉનાળા પહેલાં લોકોને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.


  • Follow us on: