શહેરમાં કોટ વિસ્તારની અંદર વિવિધ ઐતિહાસિક ઈમારતો આવેલી છે અને તેની યોગ્ય જાળવણી કરવામાં ન આવતાં શહેરની વર્લ્ડ હેરિટેજ સિટીના હાલ બેહાલ થઈ રહ્યા છે.


હાલમાં જે ઐતિહાસિક દિલ્હી દરવાજાના મધ્યમાં એક તરફનો લાકડાનો દરવાજો તૂટી પડયો હતો જેના અંગે હવે દરિયાપુરના ધારસભ્ય દ્વારા અનેક રજૂઆત બાદ આર્કોલોજિકલ સર્વે ઓફ્ ઇન્ડિયા(ASI) દ્વારા AMC ને પત્ર લખીને શહેરના 100 વર્ષથી જૂના ઐતિહાસિક દરવાજામાંથી પસાર થતા વાહન વ્યવહારને બંધ કરવા તેમજ દરવાજાની આજુબાજુમાંથી દબાણો દૂર કરી અને ત્યાં બેરીકેટિંગ કરવા માટે જણાવ્યું છે. આ સાથે જ હેરિટેજ કન્ઝર્વેશન કમિટીની બેઠક બોલાવીને તાત્કાલીક કાર્યવહી કરવા માટેની રજૂઆત કરી છે. જ્યારે બીજી તરફ દરવાજાની આજુબાજુમાંથી દબાણો દૂર કરી અને ત્યાં બેરિકેટિંગ કરવાના કારણે ટ્રાફિકની સમસ્યા વધવાની પણ શક્યતા રહેલી છે. જેના માટે ટ્રાફિક વિભાગને પણ જાણ કરવામાં આવી છે.

થોડાં દિવસ પૂર્વે જ દરિયાપુરમાં આવેલા દિલ્હી દરવાજો તૂટી પડવાની ઘટના બની હતી. જેના કારણે શહેરમાં આવેલા ઐતિહાસિક દરવાજાઓની જાળવણી અંગે સવાલો ઉઠયા હતા. આ અંગે દરિયાપુરના ધારાસભ્યએ જણાવ્યું કે, દરિયાપુરમાં આવતા દિલ્હી દરવાજા, પ્રેમ દરવાજા, દરિયાપુર દરવાજા સહિતના ઐતિહાસિક દરવાજાઓ આવેલા છે. તેને સમયાંતરે રિપેરિંગ કરવાની જરૂરિયાત છે કેટલાક દરવાજાઓ જર્જરીત હાલતમાં થઈ ગયા છે જેથી તેને યોગ્ય રીતે જાળવણી થાય તેના માટે બે થી ત્રણ વખત આર્કિયોલોજિકલ વિભાગને પત્રો લખવામાં આવ્યા છે. આખરે ASI દ્વારા AMC ને પત્ર લખીને વાહન વ્યવહાર બંધ કરવા માટે કહ્યું છે ત્યારે આ વાહન વ્યવહાર બંધ થવાથી ડાયવર્ઝન આપવામાં આવે તો કેવી રીતના ટ્રાફ્કિની મોમેન્ટ થઈ શકે છે. આ બાબતે જરૂરી વિભાગો સાથે ચર્ચા કરી વોર્ડ કમિટી સાથે ચર્ચા વિચારણા બાદ મ્યુનિ. કમિ. સમક્ષ આ અંગે ફઈલ મૂકીને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મેળવવામાં આવશે.

નોંધનીય છે કે, શહેરમાં આવેલા ઐતિહાસિક 12 દરવાજાઓમાંથી 9 જેટલા દરવાજા આર્કિયોલોજિકલ ઓફ્ સર્વે ઓફ્ ઇન્ડિયા હેઠળ આવે છે. જેથી ASI દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખવામાં આવ્યો છે.


  • Follow us on: