શહેરમાં રવિવાર રજાના દિવસે સવારથી વરસાદી માહલોથી વાતાવરણ આબુ જેવું થઇ ગયું હતું. સરેરાશ સવા ઈંચ ખાબકેલા વરસાદે પૂર્વ વિસ્તારમાં સામાન્ય જનજીવન ખોરવી નાંખ્યું હતું. પૂર્વના ઇસનપૂરથી નારોલ જવાના રસ્તે ભરાયેલા પાણીમાંથી વાહનો લઇ જવામાં ચાલકોને ભારે હાલાકી પડી હતી. પુનિત ક્રોસીંગ પાસે પણ ભરાયું હતું, નિકોલ ખોડિયાર મંદિર રોડ પર આઇસર ટ્રક ખાડામાં ફસાઇ ગઇ હતી અને મધુમાલતી વિસ્તારમાં ફરી ઢીંચણસમા પાણી ભરાઇ ગયું હતું. પ્રિમોન્સૂન પ્લાન પાછળ કરોડો ખર્ચ કર્યા પછી પ્રજાને ભારે જહેમત ઉઠાવી પડે છે. ત્યારે મ્યુનિ. સત્તાપક્ષ પાણી નહીં ભરાવવાના દાવા કરીને પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યું હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યા છે. સૌથી વધુ વરસાદ વટવામાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો હતો.

Gandhinagar : ગૃહ વિભાગનો મોટો નિર્ણય, 550 કિમી લાંબી બોર્ડર રેન્જનું કરાયું વિભાજન, નવી બનાસકાંઠા રેન્જ અસ્તિત્વમાં આવી









