અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટને ફરી એક વખત બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી. હાઈકોર્ટના રજિસ્ટ્રારની બોમ્બની ધમકીનો મેઈલ મળ્યો હતો. બોમ્બની ધમકીના મેઈલની રજિસ્ટ્રાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી. હાઈકોર્ટને બોમ્બની ધમકી મળતા પોલીસ દોડતી થઈ. આ મામલે  BDDSM (બોમ્બ સ્કોવોડ), SOG અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. 


[[$googlead]]

ધમકીને પગલે પોલીસ થઈ દોડતી

ગુજરાત હાઈકોર્ટમાં વધુ એક વખત બ્લાસ્ટની ધમકીનો મેઈલ મળતા પોલીસે હાઈકોર્ટ પહોંચી. સોલા પોલીસ સહિત બોમ્બ સ્કોડ હાઈકોર્ટ પર પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી. BDDSM સ્કોવ્ડની ટીમ સાથે અલગ-અલગ કોર્ટ માં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. હાલમાં તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. બ્લાસ્ટની ધમકીને પગલે સોલા પોલીસે ફરિયાદ નોંધી આ મામલે સઘન તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત બ્લાસ્ટ અંગે મેઈલ કરનારની સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી છે. 

[[$alsoread]]

અગાઉ પણ હાઈકોર્ટને મળી હતી ધમકી

અગાઉ આ મહિનાની શરૂઆતમાં ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. એ સમયે પણ હાઇકોર્ટના ઈ-મેલ પર અજાણી વ્યક્તિએ ઈ-મેલ કરી બ્લાસ્ટની ધમકી આપી હતી. પોલીસે હાઇકોર્ટના ગેટ બંધ કરી ચેકિંગ શરૂ કર્યું હતું. પરંતુ એ સમયે પણ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ નહોતી મળી. અને આજે ફરી અજાણ્યી વ્યક્તિ દ્વારા હાઈકોર્ટને બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે. સાઈબર ક્રાઈમ મેઈલના આધારે તપાસ કરશે કે આખરે કેમ કોણ અને કેમ આ ધમકી આપવામાં આવે છે, ધમકી આપવા પાછળનો શું આશય છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરશે.

  • Follow us on: