ગાંધીનગરમાં નકલી કોર્ટ બનાવીને અબજો રૂપિયાની જમીન પોતાના નામે કરાવી લેનાર નકલી આર્બિટ્રેટર જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સહિતના આરોપીઓ સામે નવા કાયદા બીએનએસની કલમો હેઠળ ગુના નોંધાયેલા હોવાથી એડીશનલ ચીફ જયુડીશનલ મેજિસ્ટેરેટએ ત્રણ કેસો સેશન્સ કોર્ટમાં કમિટ કર્યા છે. હવે નકલી આર્બિટ્રેટર જજ સહિત સામેના કેસો સેશન્સ કોર્ટમાં ચાલશે. ઉલ્લેખનીય છે કે, નકલી આર્બિટ્રેટર જજના ઘરેથી બે લેપટોપ ગાયબ થયા હતા તે આજદિન સુધી મળી આવ્યા નથી.


ગાંધીનગરમાં નકલી કોર્ટ બનાવીને પાલડી વિસ્તારની અબજો રૂપિયાની જમીન પોતાના નામે કરાવી લેનાર નકલી આર્બિટ્રેટર જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનની કાંરજ પોલીસે એક પછી એક એમ ત્રણ ગુનામાં ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા હતા. આ વખતે નકલી આર્બિટ્રેટર જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સાથે કામ કરતા દીલીપસિંહ ખુમાનસિંહ રાઠોડ કલોલમાં મોરિસના ઘરેથી બે લેપટોપ લઈને બોપલ પાસે આવારૂ જગ્યામાં ફેંકી દીધા હતા. જેથી પોલીસે દીલીપસિંહ રાઠોડની ધરપકડ કરીને બોપાલ વિસ્તારમાં સતત બે દિવસ સર્ચ કર્યુ હતુ પરંતુ લેપટોપ હાથ લાગ્યા નહોતા.આ પછી કારંજ પોલીસે તપાસ કરીને પુરાવા એકઠા કરીને નકલી આર્બિટ્રેટર જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે કોર્ટમાં ત્રણ અલગ અલગ કેસોમાં ચાર્જશીટ દાખલ કર્યા હતા. જે કેસો એડીશનલ ચીફ જયુડીશનલ મેજિસ્ટેરેટએ સેશન્સ કોર્ટમાં કમિટ કર્યા છે.


  • Follow us on: