મણિનગરમાં આવેલ જૂની ન્ય્ હોસ્પિટલ સકુંલમાંથી ધોળે દિવસે વાહનો અને નાની મોટી ચોરીની ઘટના બની રહી છે.
ચોરીની ઘટના બાદ સિક્યોરિટીને ફરિયાદ કરવામાં આવી પણ તેના દ્વારા ધ્યાન આપવામાં ન આવ્યા હોવાની સ્થાનિકોનો આક્ષેપો છે. આ મામલે પોલીસમાં અરજી કરવામાં આવી ત્યારે આ અંગેની તપાસ કરાશે તેવો નાના મધ્યમ વર્ગના લોકોને જવાબ મળતાં લોકો રીતસરના કંટાળી ગયા છે.
છેલ્લા ઘણાં દિવસોથી મણિનગરમાં સ્થિત એલજી હોસ્પિટલમાં આંતરે દિવસે સાઈકલ અને વાહનોની તેમજ વાહનો પરથી સામાનની ચોરી થઈ રહી છે. જેના પર તંત્ર બેદરકાર બની તેમની કોઈ જવાબદારીમાં આવતું નથી કહી હાથ અધ્ધર કર્યા છે. આ અંગે નાની ચોરી હોવાના કારણે પોલીસ દ્વારા પણ ફરિયાદ નોંધવામાં ગલ્લા ટલ્લા કરવામાં આવી રહ્યા હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, એલજી હોસ્પિટલમાં સામાન્ય રીતે જરૂરિયાતમંદ અને ગરીબ લોકો નિઃશુલ્ક સારવાર માટે આવતા હોય છે. દર્દીના સગાં માટે રહેવાની વ્યવસ્થા ન હોવાથી હોસ્પિટલના બાંકડા કે તેની આસપાસ સૂતા હોય છે. આ દરમિયાન તસ્કરો તેનો ગેરફાયદો ઉઠાવી સામાન ચોરી જાય છે.