દર વર્ષે શહેરમાંથી નિકળતી 148મી રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે વર્ષ 2019 માં જગન્નાથ મંદિરના મહંત, કોર્પોરેશન અને સરકાર(પોલસ કમિશનર) સામે કોર્ટમાં ખાનગી ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે સીઆરપીસીની કલમ 202 મુજબ કોર્ટ ઇન્કવાયરીનો આદેશ કર્યો હતો. કોર્ટ ઇન્કવાયરી બાદ ચીફ્ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ.જે.પંચાલે આ ખાનગી ફરિયાદ ફ્ગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, સરઘસ દરમિયાન કોઇ પણ કાયદા વિરુધનું કૃત્ય કર્યું નથી અને કાયદાનો પણ ભંગ કર્યો નથી, મંદિર ટ્રસ્ટ દ્વારા નિયમ મુજબ પોલીસ કમિશનર કચેરી ખાતેથી પરવાનગી લેવામાં આવી હતી. આમ ફરિયાદ ટકવાપાત્ર નથી તેથી તેને રદ કરવી ન્યાયોચિત જણાય છે.
શહેરના અસારવા વિસ્તારમાં રહેતા વ્યક્તિએ વર્ષ 2019માં ચીફ્ મેટ્રોપોલિટન કોર્ટમાં પોલીસ કમિશનર, મ્યુનિ. કોર્પોરેશન અને જગન્નાથ મંદિર ટ્રાસ્ટના મહંત દિલીપદાસજી સામે આઇપીસીની કલમ 188,182,195,291 અને 34 અન્યવયે ગુનો નોંધવા ફરિયાદ કરવામાં આવી હતી. 4 જુલાઇના રોજ 142મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો સરેઆમ પોલીસ અધિકારીઓ અને જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉલ્લંઘન કરવામાં આવશે. ઉપરાંત રથયાત્રાનો તમામ ખર્ચ, પોલીસ બંદોબસ્તનો ખર્ચ અને અન્ય ખર્ચ જાહેરજનતા પર નાંખવામાં આવશે. જેથી સરકારી તિજોરી પર પણ નાંણાકીય ભારણ ઉભુ થશે આમ તમામ સામે ગુનો નોંધવો જોઇએ. ત્યારબાદ કોર્ટે ફરિયાદીનું વેરીફ્કિેશન લીધુ હતુ અને સીઆરપીસીની કલમ 202 મુજબ કોર્ટ ઇન્કવાયરીનો આદેશ આપ્યો હતો. જેમાં સબંધીત અધિકારીઓને નોટિસ ઇશ્યૂ કરવામાં આવી હતી. આ પછી કોર્ટે ખાનગી ફરિયાદ રદ કરીને દીધી છે.










