કેન્દ્ર સરકારે GSTના સ્લેબમાં અને કરમાળખામાં સુધારા કરીને આમઆદમીને મોટી રાહત આપી છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા તેની જાહેરાત કરવામાં આવ્યા પછી હવે આ મુદ્દે રાજકારણ ગરમાયું છે.
કોંગ્રેસ સહિત તમામ વિપક્ષો એ આક્ષેપ કર્યો છે કે સરકાર દ્વારા દબાણમાં આવીને આ નિર્ણય લેવાયો છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે તેમનાં નેતા રાહુલ ગાંધીએ જીએસટીનાં ટેક્સ સ્લેબમાં કેટલાક ફેરફાર કેટલાક વર્ષ પહેલા સૂચવ્યા હતા. કોંગ્રેસ જ્યારે GSTમાં ફેરફારનો જશ લેવા માગે છે ત્યારે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કોંગ્રેસને જવાબ આપીને રોકડું પરખાવ્યું છે. તેમણે કહ્યું કે એક સમયે કોંગ્રેસે જ GSTને ગબ્બર સિંહ ટેક્સ ગણાવ્યો હતો. પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીનાં રાજમાં કોંગ્રેસ પાર્ટી લોકો પાસેથી સૌથી વધારે ઈન્કમટેક્સ વસૂલતી હતી. ગબ્બર સિંહ ટેક્સ બોલનારા લોકોએ આજે GSTને અપનાવી લીધો છે તે અમારા માટે મહત્વનું છે. નાણાં પ્રધાને આક્ષેપ કર્યો હતો કે ઈન્દિરા ગાંધીની સરકારે લોકો પાસેથી રૂ.100ની કમાણી પર રૂ. 91 ટેક્સ વસૂલ્યો હતો.










