સ્માર્ટ સિટી અમદાવાદની તંત્ર દ્વારા માત્ર વાતો કરાય છે. પણ મ્યુનિ. દ્વારા શહેરીજનોને પ્રાથમિક સુવિધા પણ પુરી પાડવામાં આવી રહી ન હોવાની ફરિયાદો વધી છે.


જેમાં પૂર્વ વિસ્તારમાં તો ઠેર ઠેર સમસ્યા સર્જાતી રહે છે. પણ તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ લવાતું ન હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. શહેરના પૂર્વ અને પશ્વિમ સ્તારને જોડતા રિવરફ્રન્ટ પર અંધેર વહિવટના કારણે સ્ટ્રીટલાઈટના ધાંધિયા જોવા મળી રહ્યા છે. જેમાં પૂર્વ રિવરફ્રન્ટના ગાંધી બ્રીજથી દધીચી બ્રીજ સુધી સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી હતી. જેમાં સ્થાનિકોને અકસ્માતના ભય વચ્ચે પસાર થવા મજબૂર બન્યા હતા.

શહેરની સાન સમા રિવરફ્રન્ટ પર રોજના હજારો વાહનચાલકો પસાર થાય છે. અને રાત્રીના સમયે રિવરફ્રન્ટની પાળીએ લોકો ટહેલવા જતા હોય છે ત્યારે ગાંધી બ્રિજથી દદીચિ બ્રિજ સુધી પૂર્વ રિવરફ્રન્ટના રસ્તે સ્ટ્રીટ લાઈટ બંધ રહેવાથી લોકોને હાલાકી વધી હતી. વાહનચાલકોને અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પૂર્વના રામોલ, વટવા, એસપી રિંગ રોડ, પિરાણા સહિતના વિસ્તારમાં સ્ટ્રીટલાઈટના ધાંધિયા જોવા મળતા રહે છે પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.


  • Follow us on: