દસ્ક્રોઈ તાલુકાના જેતલપુર ગામે જડાબા હોલ ખાતે તાલુકાકક્ષાનો રવી કૃષિ મહોત્સવ ઉત્સાહ અને ઉમંગભેર ઉજવાયો.


કાર્યક્રમમાં તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો, કર્મચારીઓ, પ્રાંત અધિકારી સહિત અન્ય વિભાગોના અધિકારીઓ તેમજ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક ખેતીની ટેકનોલોજી, પ્રાકૃતિક ખેતીના ફાયદા અને સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે અમલમાં મુકવામાં આવેલી વિવિધ યોજનાઓ અંગે માહિતી પૂરી પાડવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને વિવિધ યોજનાઓ હેઠળ મળનારી સહાય વિતરણ કરવામાં આવી હતી. સાથે જ પ્રાકૃતિક ખેતી કરતા આગેવાન અને પ્રેરણાદાયી ખેડૂતોને સન્માનિત કરીને અન્ય ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.


  • Follow us on: